Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્લાન:બહેનનો હાથ પકડનાર ઓડિશાના યુવકને MPના 3 મિત્રોએ પતાવી દીધો, બાંધકામ સાઈટની પાછળ લાશને ફેંકી દીધી

    6 hours ago

    રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા સાધુવાસવાણી કુંજ રોડ પર બાંધકામ સાઈટની પાછળના ભાગેથી આજે એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પ્રદ્યુમનનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકના શરીર પર ઇજાના નિશાન મળી આવતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક શંકાના આધારે 3 શકમંદોને ઉઠાવી પુછપરછ કરતા આરોપીની બહેનનો હાથ પકડતા જોઈ છેડતીની શંકાએ મિત્રો સાથે મળી હત્યા નિપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બાંધકામ સાઈટ પર યુવકનો મૃતદેહ મળ્યો રાજકોટના સાધુવાસવાણી કુંજ રોડ પર આજે એક બાંધકામ સાઈટના પાછળના ભાગમાંથી શંકાસ્પદ હાલતમાં એક શ્રમિક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા હતા. પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી યુવકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૂળ ઓડિશાનો યુવાન 34 વર્ષીય દુખી શ્યામ રોજીરોટી મેળવવા અર્થે રાજકોટ આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગળું દબાવી હત્યા કરી અકસ્માતમાં ખપાવવાનો પ્લાન બીજી તરફ બનાવ અંગે જાણ થતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તપાસમાં ઝંપલાવ્યું હતું અને ગુનાનો ભેદ ઉકેલવા 3 જેટલા શકમંદોની પુછપરછ શરૂ કરવામાં આવી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં એમપીના શ્રમિક અજિતની બહેનનો મૃતક દુખીએ હાથ પકડ્યો હતો. છેડતીની શંકાએ અજિતએ પોતાના બે મિત્રો સાથે મળી આજરોજ સવારના સમયે મૃતક યુવાન દુખીને બાંધકામ સાઈટ પર ઉપરના માળે લઇ જઈ ગળું દબાવી માર મારી હત્યા કરી હતી. ત્યારબાદ યુવકની લાશને ફેંકી દઈ બનાવને આપઘાતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. જો કે, આખરે પોલીસની આકરી પુછતાછના અંતે આરોપીઓએ હત્યા અંગે કબૂલાત આપતા પોલીસે તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં અંબાજી જતા પદયાત્રીઓનો ઘસારો:દાહોદ-સંતરામપુર માર્ગ જય અંબેના નાદથી ગુંજ્યો, રાજસ્થાનથી ભક્તો રથ સાથે નીકળ્યા
    Next Article
    Zim vs Aus Live Telecast, 1st ODI Live Streaming: Where And Where To Watch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment