Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં અંબાજી જતા પદયાત્રીઓનો ઘસારો:દાહોદ-સંતરામપુર માર્ગ જય અંબેના નાદથી ગુંજ્યો, રાજસ્થાનથી ભક્તો રથ સાથે નીકળ્યા

    6 hours ago

    મહીસાગર જિલ્લામાં ભાદરવી પૂનમને લઈને મા અંબાના ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાહોદથી સંતરામપુર અને સંતરામપુરથી દીવડા તરફ જતા રસ્તાઓ પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોવા મળી રહ્યા છે. ભક્તોના જય અંબેના નાદથી આખો રસ્તો ગુંજી ઉઠ્યો છે. ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાના દર્શન કરવા રાજસ્થાન સહિત દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી જઈ રહ્યા છે. ઘણા ભક્તો પોતાના પરિવાર અને મિત્રો સાથે રથ લઈને યાત્રા પર નીકળ્યા છે. મહીસાગર જિલ્લામાં પદયાત્રીઓની સુવિધા માટે રસ્તામાં ઘણી જગ્યાએ સેવા કેમ્પ અને આરામની વ્યવસ્થા કરવામાં આવી છે. જુદા જુદા વિસ્તારોમાં સેવાભાવી લોકો દ્વારા પદયાત્રીઓને ચા-નાસ્તો, પાણી અને બીજી જરૂરી સેવાઓ આપવામાં આવી રહી છે. પદયાત્રીઓ દિવસ-રાત લાંબી યાત્રા કરીને મા અંબાના ધામ અંબાજી પહોંચવા આગળ વધી રહ્યા છે. રસ્તા પર દૂર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળે છે. હાથમાં ધજા અને સાથે રથ લઈને ભક્તો ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નારા લગાવતા ઉત્સાહથી આગળ વધી રહ્યા છે. ભક્તો માટે આ માત્ર એક યાત્રા નથી, પરંતુ મા અંબા પ્રત્યેની તેમની શ્રદ્ધા અને ભક્તિ દર્શાવે છે. ઘણા કિલોમીટરની પગપાળા યાત્રાનો થાક હોવા છતાં ભક્તોના ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાદરવી પૂનમના દિવસે મા અંબાના દર્શન કરવાની ભાવના સાથે હજારો ભક્તો સતત અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. મહીસાગરમાંથી પસાર થતા આ પદયાત્રીઓના કારણે આખો રસ્તો ‘જય અંબે’ના નાદથી ગુંજી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અફઘાનિસ્તાને ભારતને 160 રનનો ટાર્ગેટ આપ્યો:નીતિશ રેડ્ડીએ 3 વિકેટ લીધી; ચેઝમાં સંજુ સેમસન અને અભિષેક શર્મા ક્રિઝ પર
    Next Article
    રાજકોટમાં હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્લાન:બહેનનો હાથ પકડનાર ઓડિશાના યુવકને MPના 3 મિત્રોએ પતાવી દીધો, બાંધકામ સાઈટની પાછળ લાશને ફેંકી દીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment