Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલ્પેશ ઠાકોરે વડગામ-પાલનપુરમાં સભાઓ સંબોધી:ઠાકોર મતદારોને રીઝવવા પ્રયાસ, કોંગ્રેસના 200 કાર્યકરો BJPમાં જોડાયા

    4 days ago

    બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપે વડગામ અને પાલનપુર તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પોતાની વોટ બેંક મજબૂત કરવા માટે ભાજપે આ રણનીતિ અપનાવી છે. આજે અલ્પેશ ઠાકોરે વડગામ અને પાલનપુરમાં જંગી સભાઓ સંબોધી હતી. આ સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેમાં ખાસ કરીને ઠાકોર સમાજના મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરાયો હતો. ભાજપ આ ચૂંટણીમાં સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના ઘડી રહ્યું છે. પ્રચાર દરમિયાન અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ અને તેની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગેનીબેન ઠાકોરના નિવેદનનો જવાબ આપતા જણાવ્યું કે લોકસભામાં મહિલા આરક્ષણ બિલ મુદ્દે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ વિરોધ કર્યો હતો. ઠાકોરે આક્ષેપ કર્યો કે કોંગ્રેસની માનસિકતા મહિલાઓને આગળ વધવા દેવાની નથી અને મહિલાઓ સામે અન્યાય કરવાની છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે કેન્દ્ર સરકારે મહિલા આરક્ષણ બિલ લાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોંગ્રેસે તેનો વિરોધ કર્યો, જે તેમની વિચારધારા સ્પષ્ટ કરે છે. આ મુદ્દે ભાજપ ચૂંટણીમાં મહિલાઓના સશક્તિકરણનો એજન્ડા આગળ ધપાવી રહી છે. આ બધા વચ્ચે વડગામમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપની વિચારધારાથી પ્રેરિત થઈને કોંગ્રેસના 200થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા છે. આ જોડાણથી ભાજપને ચૂંટણીમાં વધુ મજબૂતી મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે રાજકીય આરોપ-પ્રત્યારોપ સાથે સામાજિક સમીકરણોનું મહત્વ વધતું જઈ રહ્યું છે. વડગામ અને પાલનપુરમાં ભાજપની આ રણનીતિ કેટલી અસરકારક સાબિત થશે, તે તો આવનારા પરિણામોમાં જ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ સ્વાભિમાન પર્વમાં શિક્ષકોને “રૂટ સુપરવાઈઝર”ની ફરજ:શૈક્ષિક મહાસંઘનો કડક વિરોધ, ઓર્ડર રદ કરવાની માંગ
    Next Article
    ગોરવાની ખાનગી હોસ્પિટલમાં આગ, 6 દર્દીઓને રેસ્ક્યૂ કરાયા:ACમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ બેડ સુધી ફેલાતા દોડધામ મચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment