Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોરવાની ખાનગી હોસ્પિટલમાં આગ, 6 દર્દીઓને રેસ્ક્યૂ કરાયા:ACમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ બેડ સુધી ફેલાતા દોડધામ મચી

    4 days ago

    વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના એક રૂમમાં એર કન્ડિશનરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા હોસ્પિટલમાં દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. એસીમાં લાગેલી આગ બેડ સુધી ફેલાઈ આ આગ લાગ્યાની પ્રાથમિક માહિતી મળતાં ટીપી-13 ફાયર સ્ટેશનની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ એર કન્ડિશનરમાંથી શરૂ થઈને નીચેના ગાદલા સુધી ફેલાઈ હતી. આ આગ હોસ્પિટલમાં લાગી હોવાથી હાજર સ્ટાફ અને દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે હોસ્પિટલ સ્ટાફ અને ફાયરની સતર્કતાથી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આ અંગે ટીપી 13 ફાયર સ્ટેશનના સબ ઓફિસર મનોજ સીતાપરાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં જનરલી એસીમાં આગ લાગી હતી. સાથે બેડના ગાદલામાંઆગ સ્પ્રેડ થઈ ગઈ હોવાની વિગતો સામે આવી છે. અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે દર્દીઓ હાજર નહોતા. અમારા આવ્યા પહેલાં જ 6 પેશન્ટને સેફ્લી નીચે ઉતારી લીધા હતા. 6 દર્દીઓને સલામત રીતે બહાર કાઢી લેવાતા જાનહાનિ અટકી આ અંગે હોસ્પિટલના કર્મી આનંદ પટેલે જણાવ્યું કે, એક-દોઢ કલાક પહેલાં દર્દીએ એસીની સ્વીચ ચાલુ કરી ત્યારે સ્પાર્ક થયો અને તણખા સાથે ધુમાડો શરૂ થયો હતો. તરત જ આ રૂમમાં રહેલા દર્દીને બહાર શિફ્ટ કરી દીધા હતા.એસી ચાલુ હોવાથી અને બારીઓ બંધ હોવાથી ધુમાડો બહુ ભેગો થઈ ગયો અને દરવાજામાંથી હોસ્પિટલની અંદર ફેલાયો હતો. સ્ટાફે તરત જ ફાયર એક્સ્ટિંગ્વિશરથી આગને કાબૂમાં લાવી લીધી હતી. આ આગમાં કુલ 6 દર્દીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગતા એસી, બે ગાદલા અને એસીની નીચેનું થોડું ફર્નિચર બળી ગયું છે. બાકીના વિસ્તારમાં કોઈ નુકસાન થયું નથી, માત્ર ધુમાડાથી રૂમ કાળી પડી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    અલ્પેશ ઠાકોરે વડગામ-પાલનપુરમાં સભાઓ સંબોધી:ઠાકોર મતદારોને રીઝવવા પ્રયાસ, કોંગ્રેસના 200 કાર્યકરો BJPમાં જોડાયા
    Next Article
    સુરેન્દ્રનગરમાં મતદાર જાગૃતિ અભિયાન:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ માટે EVM નિદર્શન કાર્યક્રમ યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment