Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હવે તો સમજો, લઈ આવો પંજો':સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે કોંગ્રેસનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર, બારેમાસ શુદ્ધ પીવાનું પાણી, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી ભરતીનું વચન

    11 hours ago

    ગુજરાત કોંગ્રેસ વિઝન ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિઝન ડોક્યુમેન્ટની જાહેરાત કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યના શહેરો માટે વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યું છે. 15 મહાનગરપાલિકા માટે કોંગ્રેસે વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું છે. પરિવર્તનનો સંકલ્પ કોંગ્રેસ જ વિકલ્પ, હવે તો સમજો... લઈ આવો પંજો ના નારા સાથે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો સુધી જવાની છે. નાગરિકોના સ્વપ્ન મુજબ શહેરોના વિકાસ કરવાની કોંગ્રેસ દ્વારા કમિટનમેન્ટ આપવામાં આવ્યું છે. ટેન્ડર પ્રક્રિયાને પારદર્શનક બનાવવાનું વચન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કમલમ, કટકી અને કૌભાંડ જ ચાલતો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી કમલમ સુધી ટકાવારી નથી પહોચતી ત્યાં સુધી ટેન્ડર બહાર ન પડતું હોવાનો પણ કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જેથી કોંગ્રેસ દ્વારા કમિટમેન્ટ આપવામાં આવ્યું છે કે હવે જે પણ ટેન્ડરની પ્રક્રિયા થશે તે લોકો જોઈ શકે તે રીતે કરવામાં આવશે. તેમજ ટેન્ડરની તમામ પ્રક્રિયા નાગરિકો માટે જાહેર કરવાની પણ કોંગ્રેસ કમિટમેન્ટ આપવામાં આવ્યું છે. તેમજ રાજ્યમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કોંગ્રેસ પ્રચાર કરશે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રગતિશીલ વિચારધારા સાથે એક એક ગુજરાતીએ ગુજરાતની સ્થાપનાથી લઈને આજ દિન સુધી સહિયારા પુરુષાર્થ સાથે ગુજરાત વસાવ્યું છે. ગુજરાતની સ્થાપનાથી લઈને આજદિન સુધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સ્થાનિક લોકો દ્વારા વહીવટ કરવામાં આવે છે અને સ્થાનિક લોકો દ્વારા લોકોના પ્રશ્નોની ચિંતા પણ કરવામાં આવતી હતી. સત્તાનો કેન્દ્રીકરણ નહીં પણ સત્તાનું વિકેન્દ્રીકરણ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના માધ્યમથી જે પણ વહીવટ છે જે પણ નિર્ણયો છે જે પણ વ્યવસ્થાઓ છે જે પણ વિકાસ છે એની સંપૂર્ણ સત્તા સ્વરાજની સંસ્થાઓના માધ્યમથી સ્થાનિક લોકોને આપવા માટેનું કોંગ્રેસનું વિઝન પણ કહ્યું છે કોંગ્રેસની વિચારધારા પણ રહી છે. લોકોના અભિપ્રાયો મેળવી તૈયાર કરાયું 'કોંગ્રેસનું કમિટમેન્ટ' વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 15 મહાનગરો અને 84 જેટલી નગરપાલિકા વિસ્તારોમાં મતદાન થવાનું છે. જ્યાંથી પ્રજા પોતાના આવનારા પાંચ વર્ષ માટેના પ્રતિનિધિ ચૂંટીને મોકલવાના છે. ત્યારે કોંગ્રેસનું આ શહેરી વિસ્તારો માટેનું જે વિઝન છે ત્યાં સ્થાનિક મુદ્દાઓને લઈને અને જનતા તરફથી જે અભિપ્રાયો મળ્યા છે સૂચનો મળ્યા રજૂઆતો મળી એના આધારે જનતાનો મેનિફેસ્ટો અને કોંગ્રેસનું કમિટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. ગુજરાતના કે વધતા જતા શહેરી વિસ્તારોના આવનારા ભવિષ્ય સાથે અને સારું જીવન ધોરણ સાથે વિકાસ થાય એ કમિટમેન્ટ સાથે વિઝન જાહેર કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં માત્ર વિકાસની સાથે લોકોના સ્વપ્નનું કમિટમેન્ટ હોય તેવું વિઝન કોંગ્રેસનું છે. શાસકો પાસે નાગરિકો જ્યારે હિસાબ માંગે છે ત્યારે ભાજપના નેતાઓ હિસાબ આપી શકતા નથી અને જગ્યા છોડીને ભાગી જાય છે. નાગરિકો ટેક્સ ભરે છે છતાં પણ નાગરિકોને જોઈએ તેવી સુવિધા મળતી નથી. વિઝન જાહેર કરી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ મહાનગરમાં નાગરિકોને બારેમાસ શુધ્ધ પીવાનું પાણી મળી રહે તેવું કોંગ્રેસનું કમિટમેન્ટ છે. જે લોકો રોડ રસ્તાની સમસ્યાથી પરેશાન છે અને ટ્રાફિકની સમસ્યા હોય તેનું પણ નિરાકરણ લાવીશું. વરસાદમાં કારણે અનેક પોસ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે જેથી વરસાદી પાણી ભરાવાનું નિરાકરણ આવે તેવી વ્યવસ્થા કરવાનું કોંગ્રેસનું વિઝન છે. તેમજ વરસાદમાં તબાહી ન થાય તેવું આયોજન કરવાની કોંગ્રેસ દ્વારા તૈયારી કરવામાં આવશે. સરકારી શિક્ષણ અને સારી આરોગ્ય સેવા મળે તેવું કોંગ્રેસનું કમિટમેન્ટ છે. નાગરિકો ગૌરવ સાથે વ્યવસ્થા મેળવી શકે તેવું આયોજન અને તેવું વ્યવસ્થા આપવાનું કામ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. માત્ર કૌભાંડ ચાલતા હોવાના આક્ષેપ સાથે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અત્યારે કટકી કમિશન અને કૌભાંડ ભાજપ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કરી રહી છે. જ્યાં સુધી ટેન્ડરનું પેમેન્ટ કમલમ સુધી ન પહોંચે ત્યાં સુધી ટેન્ડર બહાર પાડવામાં આવતુ નથી. સમયાંતરે કમિશનની ટકાવારી પણ વધી જાય છે. તેમજ ટેન્ડરની તમામ પ્રક્રિયા લોકો જોઈ શકે તે રીતે કોંગ્રેસમાં શાસનમાં કરવામાં આવશે. ભાજપના ભ્રષ્ટાચારના કારણે અનેક દુર્ઘટનામાં માસુમ લોકોએ જીવ ગુમાવ્યો છે. પારદર્શિકતાની સાથે સાથે કામગીરી કરવાની જવાબદારી કોંગ્રેસ લેશે. જનતાના હાથમાં સત્તા આપવાનું વિઝન પણ અમે રજૂ કરીએ છીએ. સગવડ દરેકને પરવડે તેવું જીવનધોરણ આપવાની કોંગ્રેસનું વિઝન છે. વૈકલ્પિક વ્યવસ્થા નહીં ત્યાં સુધી ડીમોલીશન નહીંનું વચન વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનું કમિટમેન્ટ છે કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં નહીં આવે ત્યાં સુધી બુલડોઝર મકાનો પર નહીં ચલાવવામાં આવે તેવું કોંગ્રેસનું કમિટમેન્ટ છે. તેમજ નાના ધંધાર્થીઓને તમામ લોકોને લાઇસન્સ આપીને કાયમી ધંધા વેપાર માટેની જગ્યા આપીશું. શહેરી વિસ્તારમાં મોઘું શિક્ષણ લીધા બાદ પણ કોઈ રોજગારી મળતી નથી. કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીશું અને કાયમી ભરતી થાય તે માટે અમે સંકલ્પ લઈએ છીએ. આખા ગુજરાતમાં શહેરી વિસ્તાર ધીમે ધીમે વધી રહ્યા છે. તેમજ ગામડાઓમાંથી લોકો શહેરમાં અનેક આશાઓ સાથે આવે છે. જેથી અમે એવી તક આપીશું કે લોકો જે આશા સાથે આવે છે તે પૂરી કરી શકે. જાહેરમાં લૂંટ ચાલે છે અને ચોક્કસ લોકોનો જ વિકાસ થાય છે જેથી કમિટમેન્ટ કરીએ છીએ કે તમામ વિસ્તારનો સરખો વિકાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દારૂના બે ધંધાર્થી પર પાસા હેઠળ કાર્યવાહી:જામનગર અને જોડિયાના આરોપીઓને જેલમાં મોકલાયા
    Next Article
    પાટણના ખેડૂતોએ અખાત્રીજે ખેતીનું મુહૂર્ત કર્યું:બળદ અને ટ્રેક્ટરને કંકુ તિલક કરી ધરતી પૂજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment