Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ખેડૂતોએ અખાત્રીજે ખેતીનું મુહૂર્ત કર્યું:બળદ અને ટ્રેક્ટરને કંકુ તિલક કરી ધરતી પૂજન કર્યું

    9 hours ago

    આજે અખાત્રીજના શુભ મુહૂર્તે પાટણ જિલ્લાના ખેડૂતોએ નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો છે. આ દિવસે ખેડૂતો ખેતીના સાધનોની પૂજા કરીને નવા પાકની શરૂઆત કરે છે. આધુનિક ખેતી પદ્ધતિ અપનાવતા ખેડૂતોએ બળદ ની સાથે ટ્રેક્ટરને પણ કંકુ તિલક કરી ધરતી માતાનું પૂજન કર્યું હતું. અખાત્રીજને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે, જે ખેડૂતો માટે નવા કૃષિ વર્ષની શરૂઆતનો દિવસ છે. આ દિવસે ખેડૂતો ખેતીમાં ઉપયોગમાં લેવાતા બળદો, ઓજારો અને ટ્રેક્ટર સહિતની ચીજવસ્તુઓની પૂજાવિધિ પરિવારની દીકરીઓના હસ્તે કરાવે છે. આ પૂજા દ્વારા તેઓ સારા પાક અને સમૃદ્ધ વર્ષ માટે પ્રાર્થના કરે છે. પાટણ જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં ઉગમણી દિશાએ ખેતીનું મુહૂર્ત કર્યું હતું. પરંપરાગત રીતે હળ-બળદથી ખેતી થતી ત્યારે બળદની પૂજા કરવામાં આવતી હતી. આજે પણ કેટલાક ખેડૂતોએ બળદની પૂજા કરી હતી, પરંતુ મોટાભાગના ખેડૂતોએ આધુનિક પદ્ધતિ અપનાવી ટ્રેક્ટર દ્વારા મુહૂર્ત કર્યું. ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કર્યા બાદ ગોળ અને ધાણા વહેંચવામાં આવ્યા હતા. પૂજાવિધિ દરમિયાન ખેડૂતોએ બળદ અને ટ્રેક્ટરને ચાંદલા કર્યા હતા. ત્યારબાદ ધરતી માતાની પૂજા કરી લાલ નાડાછડી બાંધી હતી. બળદ અને ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી, ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી. ખેડૂતોએ આવનારું વર્ષ ખૂબ સારું રહે અને કુદરત મહેરબાન રહે તેવી પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    'હવે તો સમજો, લઈ આવો પંજો':સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે કોંગ્રેસનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર, બારેમાસ શુદ્ધ પીવાનું પાણી, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી ભરતીનું વચન
    Next Article
    T-Series Founder Gulshan Kumar's Brother Darshan Kumar Dies At 70 In Delhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment