Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂના બે ધંધાર્થી પર પાસા હેઠળ કાર્યવાહી:જામનગર અને જોડિયાના આરોપીઓને જેલમાં મોકલાયા

    13 hours ago

    જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી દારૂના બે ધંધાર્થીઓ સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. બંને બુટલેગરની અટકાયત કરીને તેમને જેલમાં મોકલી દેવાયા છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરિક્ષક નિર્લીપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો હતો. આ સૂચનાઓના અનુસંધાને, એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા સહિતની ટીમે અગાઉ પ્રોહિબિશન ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો સામે પાસા હેઠળ દરખાસ્તો તૈયાર કરી હતી. આ દરખાસ્તો પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યાને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યાએ પાસા વોરંટ જારી કરતા પોલીસે તેની તાત્કાલિક અમલવારી કરી હતી. જામનગરના વિક્ટોરીયા પુલ પાસે રહેતા કિશનભાઇ નાથાભાઇ ગીગડને પાસા હેઠળ અટકાયત કરીને સાબરમતી, અમદાવાદ જેલમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે જોડિયા તાલુકાના હડિયાણા ગામના જેઠાભાઈ કરમશીભાઈ જુથરને વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. સ્ટાફ અને જોડિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસ તંત્રએ જણાવ્યું છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને અસામાજિક તત્વો સામે આવી જ કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    Before labour protests rocked UP and Haryana, spark came from a village in Bihar
    Next Article
    'હવે તો સમજો, લઈ આવો પંજો':સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે કોંગ્રેસનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર, બારેમાસ શુદ્ધ પીવાનું પાણી, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી ભરતીનું વચન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment