Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'શિખા અને તિલકના કારણે મારે નોકરી ગુમાવવી પડી':લેન્સકાર્ટના ડ્રેસકોડના વિવાદ વચ્ચે સુરતના યુવકનો આક્ષેપ, ભારે વિવાદ બાદ કંપનીએ નવી ગાઈડલાઈન જાહેર કરી

    3 days ago

    લેન્સકાર્ડની ડ્રેસકોડની ગાઈડલાઈનને લઈ છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. જેની વચ્ચે સુરતના એક યુવકે આક્ષેપ કરતા કહ્યું છે કે, તેને શિખા અને તિલકના કારણે લેન્સકાર્ટમાંથી નોકરી ગુમાવવી પડી હતી. મહત્વનું છે કે, લેન્સકાર્ડની ડ્રેસકોડ ગાઈડલાઈનના વકરી રહેલા વિવાદ વચ્ચે કંપની દ્વારા માફી માગી લેવામાં આવી છે. હવે કર્મચારીઓ બિંદી અને તિલક કરી શકશે. કંપની દ્વારા નવી ગાઈડલાઈન પણ ઈસ્યૂ કરી દેવામાં આવી છે. તિલક અને શિખાના કારણે નોકરી ગુમાવવી પડી હોવાનો આક્ષેપ મૂળ સુરતના રહેવાસી ઝીલ સોઘાસિયાની પસંદગી લેન્સકાર્ટમાં ટ્રેનિંગ માટે થઈ હતી. આ માટે તેને મુંબઈ ખાતે બોલાવવામાં આવ્યો હતો. ઝીલ એક સનાતની હિન્દુ યુવાન છે અને તે નિયમિતપણે કપાળ પર તિલક ધારણ કરે છે તેમજ માથા પર શિખા (ચોટલી) રાખે છે. આ બંને તેની ધાર્મિક ઓળખ અને આસ્થાના અતૂટ ભાગ છે. ટ્રેનિંગના પ્રથમ દિવસે જ જ્યારે ઝીલ કંપનીના કેમ્પસમાં પહોંચ્યો, ત્યારે મેનેજમેન્ટ અને ટ્રેનર્સ દ્વારા તેને જણાવવામાં આવ્યું કે કંપનીના 'ગ્રીમિંગ સ્ટાન્ડર્ડ્સ' (દેખાવના નિયમો) મુજબ તેને તિલક ભૂંસવું પડશે અને શિખા કપાવવી પડશે. ઝીલે વિનમ્રતાપૂર્વક સમજાવ્યું કે આ તેની ધાર્મિક માન્યતાઓ છે અને તેનાથી કામમાં કોઈ અવરોધ આવતો નથી. જોકે, આક્ષેપ મુજબ, કંપનીના જવાબદાર અધિકારીઓએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો તેને ટ્રેનિંગ ચાલુ રાખવી હોય તો આ ધાર્મિક ચિહ્નો દૂર કરવા જ પડશે. ઝીલ સોઘાસિયાએ પોતાની આસ્થા સાથે સમાધાન કરવાને બદલે સ્વાભિમાનનો માર્ગ પસંદ કર્યો. તેણે સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો કે તે પોતાના ધર્મનું અપમાન કરીને નોકરી કરશે નહીં. પરિણામે, તેને ટ્રેનિંગ સેન્ટરમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હોવાનો દાવો છે. મને કહ્યું- તિલક અને શિખા નહીં હટાવો તો જોબ નહીં મળે- ઝીલ ભોગ બનનાર ઝીલ સોઘાસિયાએ જણાવ્યું હતું કે, લેન્સકાર્ટ કંપનીનો મારા પર કોલ આવેલો હતો જોબ માટે અને પછી અહીં સુરત એરિયામાં વેસુમાં ઇન્ટરવ્યુ દેવા માટે ગયેલો હતો. અને ત્યાં એ લોકોએ મને શિખા કે તિલક અલાઉડ નથી એવું કાંઈ કીધેલું નહીં અને હું ન્યૂ મુંબઈમાં લેન્સકાર્ટનું જે ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં ટ્રેનિંગ લેવા માટે ગયેલો. ત્યાં મને બીજા દિવસે કાઢી મૂકેલો કે તમારે આ શિખા અને તિલક ચાંદલો છે એ હટાવવો પડશે. જો તમે શિખા નહીં કાપો અને તિલક ચાંદલો નહીં હટાવો તો અમે તમને જોબ નહીં આપી શકીએ. અને હાથમાં જે આપણે ધર્મ રિલેટેડ જે ટેટૂ હોય તો એ પણ રિમૂવ કરવા કીધેલું. વિવાદની વચ્ચે કંપની દ્વારા માફી માગી, નવી ગાઈડલાઈન જાહેર કરી ડ્રેસકોડને લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે લેન્સકાર્ડ દ્વારા માફી માગવામાં આવી છે. આ સિવાય કંપની દ્વારા એક નવી અને પારદર્શી ઈન્ સ્ટોર સ્ટાઈ ગાઈડ જાહેર કરી છે. જેમાં કર્મચારીઓને નોકરીના સ્થળ પર પોતાના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રતીકો પહેરવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. We have heard you. Clearly and openly. Over the past few days, our community and customers have spoken - and we have listened.Today, we are standardizing our In-Store Style Guide and sharing it publicly and transparently: https://t.co/lC8KlLLUZmThese guidelines explicitly and…— lenskart (@Lenskart_com) April 18, 2026 લેન્સકાર્ડની નવી પોલિસીમાં હવે બિંદી, તિલક, સિંદૂર, કલાવા, મંગલસૂત્ર, કડા, હિજાબ અને પાઘડી જેવા આસ્થાના પ્રતીકોને સામેલ કરવામાં આવ્યા છે. કંપનીએ સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, તે પોતાની ગાઈડલાઈનને સાર્વજનિક અને પારદર્શી બનાવી રહ્યા છે જેથી ગ્રાહકો અને સમાજની ચિંતાઓને દૂર કરી શકાય.
    Click here to Read More
    Previous Article
    વટવામાં ભાજપની કેસરિયા પદયાત્રા:ઉમેદવારોએ સાફો પહેરી વિજયના વિશ્વાસ સાથે પ્રચાર કર્યો, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પણ જોડાયા
    Next Article
    મધ્યપ્રદેશમાં પોલીસ પર હુમલો કરી ફરાર આરોપી ઝડપાયો:પંચમહાલના જંગલમાંથી વોન્ટેડ શૈલેષ જીતુજી ઝડપાયો, MP પોલીસને સોંપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment