Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વટવામાં ભાજપની કેસરિયા પદયાત્રા:ઉમેદવારોએ સાફો પહેરી વિજયના વિશ્વાસ સાથે પ્રચાર કર્યો, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પણ જોડાયા

    3 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. આજે 19 એપ્રિલના રોજ રવિવારે વટવા વોર્ડમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા રણછોડ રાયજી મંદિર થઈને વટવા વોર્ડના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી. વટવા વોર્ડના ભાજપના ચારેય ઉમેદવારનું લોકોએ સ્વાગત કર્યું હતું અને ઠેર-ઠેર જગ્યાએ ઉમેદવારોએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. યાત્રામાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ અને વટવા ધારાસભ્ય બાબુસિંહ જાદવ પણ જોડાયા હતા. પૂર્વના વિકાસ માટે નેતાઓએ લોકોને વિશ્વાસ અપાવ્યો વટવામાં છેલ્લા ઘણા ટર્મથી ભાજપ માટે એક ગઢ સમાન રહ્યું છે, તેવા સમયે આ ગઢ જાળવી રાખવા અને વિકાસ વધે તેવો પ્રયાસ ઉમેદવાર કરી રહ્યા છે. ઉમેદવારોએ શહેરના પશ્ચિમની જેમ જ પૂર્વનો પણ વિકાસ થાય તેવો વિશ્વાસ લોકોને અપાવ્યો હતો. ભાજપના ઉમેદવાર પ્રતિક પટેલે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા છેલ્લા 12 વર્ષમાં વટવામાં જે વિકાસ કર્યો છે, તેના આધારે ભવ્ય જીત મેળવવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, વટવા વિધાનસભામાં વિકાસની હરણફાળ ભરી છે અને આ વિકાસ અવિરત રહેશે. ઉમેદવારોએ પોતાની ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યો ભાજપના ચારે ઉમેદવારો માથા ઉપર સાફો પહેરી અને પ્રચારમાં નીકળ્યા હતાં. પૂર્વગ્રહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપના ઝંડા સાથે આકરી ગરમીમાં પ્રચારમાં નીકળ્યા હતા. વટવાના અલગ-અલગ વિસ્તારોમાં આ રેલી નીકળી હતી અને ઉમેદવારોએ પોતાની ભવ્ય જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મેલોનીને જોઈને મેક્રોને કંટ્રોલ ગુમાવ્યો:બથ ભરીને બે કિસ કરી લીધી, મેલોની ઘડીક તો ગભરાઈ ગયાં; ફ્રાન્સના રાષ્ટ્રપતિની હરકતનો વીડિયો વાયરલ
    Next Article
    'શિખા અને તિલકના કારણે મારે નોકરી ગુમાવવી પડી':લેન્સકાર્ટના ડ્રેસકોડના વિવાદ વચ્ચે સુરતના યુવકનો આક્ષેપ, ભારે વિવાદ બાદ કંપનીએ નવી ગાઈડલાઈન જાહેર કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment