Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચારધામ યાત્રા શરૂ, ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા:માતા ગંગાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ; બાબા કેદારની પાલખી પણ ઉખીમઠથી રવાના

    4 days ago

    ઉત્તરાખંડમાં આજથી ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. ગંગોત્રીના કપાટ બપોરે 12:15 વાગ્યે અને યમુનોત્રીના કપાટ બપોરે 12:35 વાગ્યે ખોલવામાં આવ્યા. કેદારનાથની પાલખી પણ આજે તેના શિયાળુ સ્થાન, ઉખીમઠથી કેદારનાથ માટે રવાના થઈ છે. સવારે 8 વાગ્યે ઉત્તરકાશી જિલ્લાના શિયાળુ ગાદી સ્થળ ખરસાલીથી મા યમુનાની ઉત્સવ પાલખી, સમેશ્વર દેવતાની આગેવાની હેઠળ યમુનોત્રી ધામ માટે રવાના થઈ હતી. આ દરમિયાન ગ્રામજનોએ ભીની આંખો અને જયઘોષ સાથે પોતાની આરાધ્ય દેવીને વિદાય આપી. જ્યારે ગંગોત્રીની પાલખી ગઈકાલે જ તેના શિયાળુ ગાદી સ્થળ મુખબાથી રવાના થઈ ચૂકી હતી જે આજે સવારે 9 વાગ્યે તેના ધામમાં પહોંચી ગઈ હતી, અહીં હવન પૂજન કરવામાં આવ્યું હતું. બપોરે 12:15 વાગ્યે ગંગોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા. આ દરમિયાન અહીં સીએમ ધામી પણ હાજર છે, તેમણે પીએમ નરેન્દ્ર મોદીના નામની પ્રથમ પૂજા કરાવી આ તરફ, આજે સવારે જ માતા યમુનાની પાલખી ખરસાલીથી નીકળી ગઈ છે, જે 5 કિલોમીટરના સીધા ચઢાણ પછી યમુનોત્રી ધામ પહોંચી છે, ત્યારબાદ બપોરે લગભગ 12:35 વાગ્યે મંદિરના યમુનોત્રીના કપાટ ખોલવામાં આવશે. ચારધામ યાત્રાના આ સમાચાર પણ વાંચો… ભાસ્કર ચારધામ યાત્રા ગાઈડ:કેદારનાથ-બદ્રીનાથ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ ગાઈડ તમારા માટે ઉપયોગી; આને વાંચ્યા વિના ન જતા જુઓ ગંગોત્રી-યમુનોત્રીની તસવીરો... ચાર ધામ યાત્રા સાથે જોડાયેલી પળ-પળની અપડેટ માટે લાઈવ બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    ચારધામ યાત્રા શરૂ, ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા:PMના નામે પહેલી પૂજા ચાલુ, માતા ગંગાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ; બાબા કેદારની પાલખી પણ ઉખીમઠથી રવાના
    Next Article
    પાણીની લૂંટ ને પોલીસનો લાઠીચાર્જ, ઉધના રેલવે સ્ટે. પર અફરાતફરી:મહિલાઓ અણીદાર બેરીકેડ કુદી અને લોકો બેભાન થયા, બાળકોની ચીસો નીકળી, 8000થી વધુ મુસાફરો સામે બે ટ્રેન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment