Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધિંગાણું:ચૂંટણી ખર્ચના હિસાબ મુદ્દે ડખો, કોંગ્રેસના કાર્યકરોએ માર મારતાં વોર્ડ પ્રમુખને ફ્રેક્ચર

    12 hours ago

    શહેરમાં ભાજપ મિશન 76 બાદ 74 બેઠક પર જીત મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસમાં ચાલતા ડખા હવે સપાટી પર આવી રહ્યા છે. વોર્ડ 9માં ચૂંટણી ખર્ચનો હિસાબ અને ફંડ મામલે કાર્યકરો અને વોર્ડ પ્રમુખ વચ્ચે થયેલી બોલાચાલી બાદ હાથાપાઈ થઈ હતી. જેમાં પ્રમુખને માર મારતાં તેમના હાથ પર ફ્રેક્ચર થયું હતું. શહેરના વોર્ડ 9 કોંગ્રેસે દિશા પારેખ, મીના વસાવા, ધૈર્યસિંહ જગતાપ અને અલ્પેશ પારેખને ટિકિટ આપી છે. તેઓ વોર્ડ વિસ્તારમાં ફરી પ્રચાર કરે છે. જોકે શુક્રવારે મોડી રાતે ન્યૂ અલકાપુરી રોડ પર લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની નજીક ઉમેદવારોની હાજરીમાં કોંગ્રેસી કાર્યકરો અને વોર્ડ પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ હતી. આધારભૂત સૂત્રો મુજબ ચૂંટણી ખર્ચ અને આવેલા ફંડના હિસાબ બાબતે વોર્ડ પ્રમુખ મહેશ પરીખ સાથે કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારોની બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો બિચકતાં પૂર્વ હોદ્દેદારો અને તેમની સાથે આવેલા કાર્યકરોએ વોર્ડ પ્રમુખ પર હુમલો કર્યો હતો. મારામારીને પગલે નાસભાગ મચી હતી અને કોંગ્રેસી કાર્યકરોએ વચ્ચે પડી છોડાવ્યા હતા. ઘટનામાં વોર્ડ પ્રમુખને હાથ પર ફ્રેક્ચર થયું હતું. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખને જાણ કરાઈ હતી. જોકે ઘટના બાદ પ્રમુખ મહેશ પરીખ કોંગ્રસના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી બહાર નીકળી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    સન્ડે બિગસ્ટોરી:ફાયર ફાઇટર કે વોટર સપ્લાયર?પાલિકાના પાણીના ફ્લોપ મેનેજમેન્ટથી ફાયરબ્રિગેડની ટેન્કરોના 1 વર્ષમાં 10131 ફેરા
    Next Article
    મુસાફરોની તરસ છીપાવવા રેલવેનો માસ્ટર પ્લાન:ટ્રેનોમાં પાણી ભરાય છે કે કેમ તેના મોનિટરિંગ માટે 16 CCTV મૂકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment