Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સન્ડે બિગસ્ટોરી:ફાયર ફાઇટર કે વોટર સપ્લાયર?પાલિકાના પાણીના ફ્લોપ મેનેજમેન્ટથી ફાયરબ્રિગેડની ટેન્કરોના 1 વર્ષમાં 10131 ફેરા

    15 hours ago

    શહેરમાં પાણી અને તેના નેટવર્કનું વ્યવસ્થાપન યોગ્ય રીતે ન કરાતાં પાણીનો કકળાટ વર્ષભર રહે છે. એક વર્ષમાં લોકોએ પાણીની તરસ છીપાવવા ખાનગી અને પાલિકાનાં હજારો ટેન્કર મગાવ્યાં છે. એક વર્ષમાં 10,131 ફેરા ફાયરબ્રિગેડની ટેન્કરોએ કર્યા છે. આ આંકડાએ પાલિકાનું પાણીનું ફ્લોપ મેનેજમેન્ટ ઉઘાડું પાડ્યું છે. બીજી તરફ આગના બનાવ માંડ 943 થયા છે એટલે કે પાલિકાના પાણી વિતરણના ફ્લોપ શોને પગલે ફાયરબ્રિગેડ વિભાગે ફાયર ફાઇટર કરતાં વોટર સપ્લાયર તરીકેની કામગીરી વધુ કરવી પડે છે. ભાસ્કર પાસે ફાયરબ્રિગેડના એપ્રિલ-2025થી માર્ચ-2026 સુધીના ડેટા છે. જેની છણાવટ કરતાં જાણવા મળે છે કે, લોકોએ એપ્રિલ-મેમાં પાણીની સૌથી વધુ આપદા ભોગવી છે. આ મહિના દરમિયાન અનુક્રમે 1299 અને 998 ટેન્કરો માત્ર ફાયરબ્રિગેડ પાસે મગાવી હતી. ચોમાસામાં પાણીથી ભરપૂર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ સેંકડો લોકોને પાણીનાં વલખાં મારવાં પડે છે. એક અંદાજ મુજબ પાલિકા જેટલા ટેન્કરથી પાણી પૂરું પાડે છે તેનાથી 10 ગણાથી વધુ ટેન્કર ખાનગી સપ્લાયરો પૂરું પાડે છે. ફાયર કરતાં વોટર સપ્લાયના કોલ વધુ મહિના વોટર ટેન્કર ફાયર કોલ એપ્રિલ 1299 130 મે 998 117 જૂન 869 58 જુલાઇ 887 32 ઓગસ્ટ 998 38 સપ્ટેમ્બર 775 55 ઓક્ટોબર 785 145 નવેમ્બર 790 84 ડિસેમ્બર 611 53 જાન્યુઆરી 689 18 ફેબ્રુઆરી 646 79 માર્ચ 784 134 પાલિકા તંત્રની શહેરને પાણીની 19 ટાંકી અને 12 બુસ્ટરની લોલીપોપ પાણીનો કકળાટ માત્ર પૂર્વ વિસ્તારનો ઓશિયાળો નથી. શહેરભરમાં પાણીની બૂમો છે. આ માટે પાલિકાના સત્તાધીશોએ બે મહિના અગાઉ પાણીની નવી 19 ટાંકી અને 12 બુસ્ટરના નિર્માણની લોલીપોપ આપી છે. જે લોકોના મિજાજને વખત જોઇને લટકાવેલું ગાજર છે કે વાસ્તવિકતામાં પરિણમશે તે આગામી મહિનાઓમાં સ્પષ્ટ થશે. ફાયરબ્રિગેડ પાસે ગત વર્ષોના ડેટા જ નથી આ વિશે ફાયરબ્રિગેડના હાલના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર હરેન્દ્રસિંહ ચોહાણને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી ડેટા એકત્ર કરવામાં આવી રહ્યાં છે. અગાઉનાં વર્ષોમાં આવો પ્રયાસ કોઇએ કર્યો જ નહતો. એટલે કે ફાયરબ્રિગેડ કેટલી ટેન્કરો દોડાવતી હતી તેની માહિતી મેળવવાની તસ્દી પણ લેવાતી ન હતી. (એપ્રિલ-25થી માર્ચ-26 દરમિયાન ) પાલિકા સ્કાડાથી વોટર ઓડિટ કરે છે, પરંતુ તેનાં પરિણામો અને અસરકારકતા સ્વયંવિવેકથી પાલિકા દ્વારા વડોદરાવાસીઓ સમક્ષ આજ દિન સુધી જાહેર કરવામાં આવ્યા નથી. એટલે કે ક્યાં કેટલી ઘટ છે તેની આંકડાકીય સટિક જાણ વડોદરાવાસીઓને ક્યારેય થઇ નથી.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિકોને અવરજવર કરવું જોખમી:પાટણના રામનગરમાં રોડનું ખાતમુહૂર્ત‎કરી ખોદી નાખ્યો પણ કામ શરૂ ના થયું‎
    Next Article
    ધિંગાણું:ચૂંટણી ખર્ચના હિસાબ મુદ્દે ડખો, કોંગ્રેસના કાર્યકરોએ માર મારતાં વોર્ડ પ્રમુખને ફ્રેક્ચર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment