Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિકોને અવરજવર કરવું જોખમી:પાટણના રામનગરમાં રોડનું ખાતમુહૂર્ત‎કરી ખોદી નાખ્યો પણ કામ શરૂ ના થયું‎

    16 hours ago

    પાટણ શહેરના રામનગર વિસ્તારમાં પાલિકા દ્વારા એક માસ પૂર્વે રોડનું ખાતમુહૂર્ત કરી ખોદકામ કરી દેવાયું હતું પરંતુ છેલ્લા ઘણા સમયથી રોડ બનાવવાની કામગીરી કોઈ કારણોસર શરૂ કરવામાં ના આવતા સ્થાનિક રહીશોને ખોદાયેલા રસ્તાઓને કારણે હવે અહીંથી પસાર થવું જોખમી બન્યું હોય આક્રોશ વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે રોડની કામગીરી શરૂ કરવા માંગ કરી છે. ​સ્થાનિક રહીશ જયંતીજી ઠાકોરે જણાવ્યું હતું કે નગરપાલિકાએ રસ્તો બનાવવા માટે જોરશોરમાં ખાતમુરહત કર્યું હતું.અને ખોદકામ કરાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી.પરંતુ ત્યારબાદ કોઈપણ કારણ જણાવ્યા વગર કામ અટકાવી દેવાયું છે. અધૂરા કામને કારણે ગટરના પાણી ઉભરાવા અને ધૂળની ડમરીઓને લીધે લોકોનું આરોગ્ય પણ જોખમમાં મુકાયું છે.​ આગામી દિવસોમાં વૈશાખ મહિનો શરૂ થઈ રહ્યો છે. જેમાં આ વિસ્તારમાં અનેક લગ્ન પ્રસંગો નિર્ધારિત છે. ખોદાયેલા રસ્તાઓને કારણે લગ્નપ્રસંગે આવતા મહેમાનો અને વાહનોની અવરજવરમાં ભારે હાલાકી પડશે તેવી સ્થાનિકો ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. ડામરના અભાવે રોડ અધૂરો : પાલિકા પાલિકાના બાંધકામ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ડામર ની અછત હોવાના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા નવા રોડની કામગીરી હાલમાં મોકૂફ રાખી છે. ડામર નો જથ્થો આવતા જ રોડની કામગીરી શરૂ કરવામાં આવશે. રામનગર વિસ્તારમાં ખોદકામ કરેલ રોડ, કામ ક્યારે શરૂ થશે?
    Click here to Read More
    Previous Article
    41 કરોડનો ડ્રેનેજ પ્રોજેક્ટ:3 વર્ષ પહેલા આરોપનામુ ઘડનારી મહાપાલિકાએ જ તમામને આરોપમુક્ત કર્યા
    Next Article
    સન્ડે બિગસ્ટોરી:ફાયર ફાઇટર કે વોટર સપ્લાયર?પાલિકાના પાણીના ફ્લોપ મેનેજમેન્ટથી ફાયરબ્રિગેડની ટેન્કરોના 1 વર્ષમાં 10131 ફેરા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment