Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મરક મરક:પોતાના ‘કૂકડે-કૂક’ બોલવાથી જ દુનિયા ટકી છે એવો વહેમ ધરાવતા માણસો

    5 days ago

    ધ્રુવ બોરીસાગર હમણાં હમણાં એક કૂકડો (એની હેરસ્ટાઈલ પણ કૂકડાની કલગી જેવી છે! ઓળખાણ પડી? ધોળા કૂકડાની?) રોજ સવાર થાય ને ઘડીક એના મગજમાં ઘૂરી સવાર થાય ‘તેલ જુઓ, તેલની ધાર જુઓ’ તો ઘડીકમાં ‘જાય બધાં તેલ લેવા’ કહીને બળતામાં ઘી હોમે! (તેલ મેળવવા પણ બળતામાં હોમવું તો ઘી જ પડે!) આ કૂકડાને એવો વહેમ છે કે જો હું ‘કૂકડે-કૂક’ બોલીશ તો યુદ્ધ અટકી જશે! પણ થાય છે ઊંધું -યુદ્ધ અટકી જવાને બદલે ભટકી જાય છે! પોતાની ‘પહોંચ’ ક્યાં સુધી છે? (આ લોકોના ધંધા પણ પાછા પહોંચ વગરના હોય છે!) એની જાણ કરી ‘કંઇ પણ કામ હોય તો કહેજે, ચપટી વાગતાંમાં તારું કામ થઈ જશે’ (એ તો ચપટી ભરે ત્યારે ખબર પડે કે આ લોકોની ચપટી કેટલી મોટી હોય છે અને કેટલી ચચરે છે!) આ કૂકડાને એવો વહેમ હોય છે કે પોતાની ઓળખાણની બાંગ પોકારી જેવો હું ‘કૂકડે-કૂક’ બોલીશ, એટલે કામ થઈ જશે! પણ થાય છે ઊંધું- જેમ ‘માગ્યા વિના મા ન પીરસે’ એમ કચેરીમાં ‘પિતાજીને પીરસ્યા વિના આપણી માગ એ સ્વીકારતા નથી.’ પોતાના ‘કૂકડે-કૂક’ બોલવાથી જ દુનિયા ટકી છે એવો વહેમ ધરાવતા માણસોની આજે વાત. જેમ જેમ માણસ અભ્યાસી થતો ગયો એમ એમ એના વિચારો આભાસી થતા ગયા! એટલે એને કોઈ બાબાની જરૂર પડે છે! અળાઈની જેમ ફૂટી નીકળેલા બાબાઓને એવો વહેમ હોય છે કે પોતાના ‘કૂકડે-કૂક’ બોલવાથી જ માણસના ક્ષણભંગુર જીવનમાં ક્ષણો ઉમેરાશે, પોતે ભલે સૂતો રહે પણ એનો આત્મા જાગશે અને મોહ-માયાનો ત્યાગ કરી મોક્ષની ગતિ પામશે. પણ થાય છે ઊંધું - ભગત માણસને બાબાના ધરમની ફિલોસોફીમાં કંઈક પ્રકાશ પડે એ પહેલાં બાબાના કરમ પોત પ્રકાશે છે! દરેક સભ્ય સોસાયટીમાં આવા નવરા-પંચાતિયા સભ્ય રહેતાં હોય છે! ‘મારા સમ છે તને, વાત લીક ન થવી જોઈએ’ કહીને કાનમાં કીધેલી વાત, પછી તો ‘ફૂલ (Fool) કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં…’ કાન નહીં પણ, આખે આખો કાનજી લીકેજ થવાથી વાત સ્વયંભૂ ફરતી થઈ છે. દરેક નવરા પંચાતિયા કૂકડાને એવો વહેમ હોય છે કે મારા ‘કૂકડે-કૂક’ બોલવાથી બીજા લોકોના સામાન્ય જ્ઞાનમાં વધારો થાય છે. પણ થાય છે ઊંધું - સાંભળનાર પાસે રહેલી એ જ વ્યક્તિની વધારે સચોટ માહિતી એ પૂરી પાડે છે! માહિતીનું આદાન-પ્રદાન થાય તો જ માણસનું સ્વાસ્થ્ય સારું રહે છે! ચૂંટણી પાંચ વરસે આવે એટલે આમ તો સામાન્ય માણસ ન કરે એવી ચેષ્ટાઓ જેવી કે એકબીજા પર કાદવ ઉછાળવો, એકબીજાની સામે ઘૂરકવું - જોવા સાંભળવા મળે છે! (કોઈને તમે કહો કે ‘એ રાજકારણી છે’ તો પછી એની વિશેષતાઓ જણાવવાની જરૂર રહેતી નથી!) પાંચ વર્ષે નેતાઓને એવો વહેમ હોય છે કે મારા ‘કુકડે-કુક’ બોલવાથી (સત્તા પર આવ્યા પછી) સોનાનો સૂરજ ઊગશે!’ પણ થાય છે ઊંધું - આ ‘કૂકડે-કૂક’ બોલવામાં સ્લીપ ઓફ ટંગ અને સ્લીપ ઓફ ટાંગ (ટાંગ અડાડવી) જોવા મળતી હોવાથી સૂરજ ઊગવાનું માંડી વાળે છે! ભક્તિસંગીત કે મુકેશ-મહંમદ રફીનાં દર્દીલાં ગીતો મોટેથી વગાડીને, કોઈકની દાઝો કાઢતા હોય એમ કપડાં ઉપર પણ ધોકા મારીને તો ક્યારેક મોટા અવાજે ઊલ ઉતારીને પાડોશીઓ ‘કૂકડે-કૂક’ બોલ્યા વગર પણ આપણી સવાર પાડે છે! આપણા બધાંમાં એક કૂકડો જીવતો જ હોય છે. બધાંને મારા ‘કૂકડે-કૂક’! આઈસ ક્યૂબ : કૂકડો અને શેરબજાર વચ્ચે તફાવત માત્ર એટલો જ છે કે એક ગામને જગાડી દે છે અને બીજું ગામને ઉઠાડી મૂકે છે!
    Click here to Read More
    Previous Article
    વિસ્મય:આટઆટલા જડબેસલાક પ્રતિબંધો છતાં ઈરાન આટલું શસ્ત્રસમૃદ્ધ કઈ રીતે બની ગયું?
    Next Article
    જીવનની સફર:અડગ મન અને મહેનતનો વિજય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment