Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવનની સફર:અડગ મન અને મહેનતનો વિજય

    5 days ago

    જિંદગી એટલે માત્ર જીતવાની કોઈ આંધળી રેસ નથી, પણ પડતા-આખડતા રહીને પણ સતત ચાલતા રહેવાની સુંદર સફર છે. ઘણીવાર આપણને એવું લાગે છે કે નસીબ સાથ નથી આપતું, પણ સાચું પૂછો તો નસીબ પણ એના જ દરવાજા ખોલે છે જે મહેનતનો હાથ પકડીને મક્કમતાથી ઊભો હોય. આપણે સફળતા મેળવવાની લાયમાં એટલા આંધળી દોટ મૂકીએ છીએ કે રસ્તામાં મળતા નાનાં-નાનાં આનંદ અને ખુશીઓની ક્ષણો માણવાનું સાવ ભૂલી જઈએ છીએ. વાસ્તવમાં, સફળતા એ કોઈ અંતિમ સ્ટેશન નથી જ્યાં પહોંચીને બધું પૂરું થઈ જાય, પણ એ તો તમે કરેલા શ્રેષ્ઠ કામનો એક મીઠો પડઘો છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કે, નિષ્ફળતા એ અંત નથી, પણ સુધરવાની એક અમૂલ્ય તક છે. જો તારું મન તારા કાબૂમાં હશે, તો દુનિયાની કોઈ તાકાત તને રોકી શકશે નહીં. આ પ્રવાસમાં હાર મળે ત્યારે નિરાશ થવું સહજ છે, પણ યાદ રાખજો કે, જ્યારે આકાશમાં ઘનઘોર અંધારું થાય છે, ત્યારે જ તારાઓ પોતાની તેજસ્વી ચમક બતાવી શકે છે. તમારી ભૂલો તમને ક્યારેય નબળા નથી બનાવતી, પરંતુ તે તમને અનુભવના ઓજસથી વધુ મજબૂત અને પરિપક્વ કરે છે. એટલે જ, કોઈ શું કહેશે એના કરતાં તમારો અંતરાત્મા શું કહે છે એ સાંભળો. મન મક્કમ હશે તો હિમાલય પણ નાનો લાગશે. સફળતા હાંસલ કરવા માટે માત્ર સપનાં જોવાં પૂરતાં નથી, તેના માટે જાતને અનુકૂળ પરિસ્થિતિઓ ઘડવી પડે છે. શ્રદ્ધા, મહેનત અને સમયનો ત્રિવેણી સંગમ જ માનવીને સિદ્ધિના શિખર સુધી પહોંચાડે છે. સફળ લોકોની સૌથી મોટી ખાસિયત એ જ છે કે તેઓ ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ હાર માનતા નથી. તેઓ જાણતા હોય છે કે મહાન સફળતા મેળવવા માટે ઘણીવાર મોટા ત્યાગ અને કઠિન પરિશ્રમની જરૂર હોય છે. જ્યારે તમે તમારા કાર્યને સંપૂર્ણ સમર્પણ અને પ્રેમથી કરો છો, ત્યારે સફળતા આપમેળે તમારી પાછળ આવે છે. મહાભારતના યુદ્ધમાં હથિયાર કૃષ્ણએ નહોતા ઉપાડ્યાં, પણ જીત એમના જ પક્ષની થઈ હતી જેમના રથના સારથિ સ્વયં કૃષ્ણ હતા. તમારા જીવનના સંઘર્ષમાં પણ ‘કૃષ્ણ’ કોઈ બહારની વ્યક્તિ નથી, પણ તમારા ભીતર રહેલો તમારો ‘આત્મવિશ્વાસ’ છે. મનથી હારેલો માણસ ક્યારેય મેદાન જીતી શકતો નથી, પણ જેનું મન મક્કમ છે એ હારેલી બાજી પણ જીતી શકે છે. જો તમારો સારથિ (વિચાર) મક્કમ હશે, તો ગમે તેવું મોટું કુરુક્ષેત્ર હશે, જીત તમારી જ થશે. દરેક નવી સવાર એક નવી તક છે, બસ હિંમત હાર્યા વગર એક ડગલું આગળ વધો.- હાર્દિક ચંદારાણા
    Click here to Read More
    Previous Article
    મરક મરક:પોતાના ‘કૂકડે-કૂક’ બોલવાથી જ દુનિયા ટકી છે એવો વહેમ ધરાવતા માણસો
    Next Article
    ડૂબકી:એકલતાની ખામોશીમાં ઊઠતા પડઘા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment