Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાવ-થરાદની મુલાકાતે:કહ્યું: 'બહેનોની સામે જે પડ્યા સમજો એનો ખાતમો થયે જ છુટકો; વિપક્ષ અત્યારે સામે પડ્યું છે, હવે બહેનોની તાકાત જોજો'

    2 days ago

    આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાવ-થરાદની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ ઢીમા ખાતે શ્રી ધરણીધર ભગવાનના દર્શન કર્યા હતા. જે બાદ વિકાસ સંકલ્પ સભાને સંબોધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભા સંબોધતા જણાવ્યું હતું કે, બહેનોની તાકાત હોય છે, બહેનો સામે જે પડ્યું સમજો કે એનો ખાત્મો થઈ જ ચૂક્યો, બહેનોની સામે ન પડાય, આ વિપક્ષને સમજણ નથી, વિપક્ષ અત્યારે બહેનોની સામે પડ્યો છે, પણ હવે જુઓ બહેનો એમની તાકાત બતાવે એ. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં લોકસભામાં મહિલા અનામત બિલ નામંજૂર થયું છે. વિપક્ષ હાર્યા પછી 5 વર્ષ સુધી ક્યાય દેખાતો નથીઃ CM મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વાવ-થરાદ નવો જિલ્લો બન્યો છે, ભાજપના તમામ ઉમેદવારોને એટલા જંગી મતોથી ચૂંટો કે બીજા પક્ષો વાવ-થરાદ સામું જોવાનું બંધ કરી દે, બહેનો સામે કોઈ પડે તેને જડબાતોડ જવાબ આપજો, વડાપ્રધાન નાના માણસોને મુખ્યધારામાં લાવવા કામ કરે છે. ભાજપના કાર્યકર્તા જીતે કે હારે તોય છેવાડાના માણસો માટે કામ કરે છે. વિપક્ષ હાર્યા પછી 5 વર્ષ સુધી ક્યાય દેખાતો નથી. પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં આપણને અહીં ઘર સુધી પાણી પહોંચતું થયું છે. થરાદ ખાતે નારી શક્તિનું અભિવાદન ઢીમાની પટેલ સમાજવાડી ખાતે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં મુખ્યમંત્રીએ હાજરી આપી. આ વિકાસ સંકલ્પ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત, મુખ્યમંત્રી થરાદ ખાતે નારી શક્તિનું અભિવાદન કર્યું હતું. થરાદના મિલ્ક કુલિંગ સેન્ટર ગ્રાઉન્ડમાં એક વિશાળ મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ચૂંટણીલક્ષી મહિલા શક્તિને એકજૂથ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધરણીધર ખાતે યુવાનો દ્વારા બાઇક રેલી બપોરના સમયે મુખ્યમંત્રી સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ મુલાકાતથી વાવ અને થરાદ પંથકમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે. મુખ્યમંત્રીના આગમન પૂર્વે ધરણીધર ખાતે યુવાનો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવ-થરાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડીસાના કંસારી ગામે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પાઘડી પહેરાવી અને તલવાર આપી સન્માન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    લાઈફ લાઈન મળ્યા બાદ આયુષ મ્હાત્રેની તોફાની બેટિંગ:બીજી ઓવરમાં ચેન્નાઈએ પહેલી વિકેટ ગુમાવી, સંજુ સૈમસન કેચ આઉટ
    Next Article
    ચૂંટણી ભાજપ-કોંગ્રેસ વચ્ચેની, તો પોલીસને શા માટે આગળ કરાય છે?:વાવ-થરાદમાં કોંગ્રેસ નેતા ઠાકરશી રબારી અને પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના ભાજપ પર ગંભીર આક્ષેપ, BJPએ પલટવાર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment