Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી ભાજપ-કોંગ્રેસ વચ્ચેની, તો પોલીસને શા માટે આગળ કરાય છે?:વાવ-થરાદમાં કોંગ્રેસ નેતા ઠાકરશી રબારી અને પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના ભાજપ પર ગંભીર આક્ષેપ, BJPએ પલટવાર કર્યો

    2 days ago

    વાવ-થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર પોલીસના કથિત દુરુપયોગ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના આગેવાન ઠાકરશી રબારી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ચૂંટણી પ્રક્રિયામાં પોલીસની ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા હતા. ઠાકરશી રબારીએ જણાવ્યું હતું કે, "ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની છે, તો પોલીસને શા માટે આગળ કરવામાં આવે છે? જો ભાજપમાં તાકાત હોય તો ખુલ્લા મેદાનમાં આવીને સીધી લડત આપે, પોલીસને વચ્ચે ન લાવે." તેમના નિવેદન બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પણ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, "ભાજપ પોતાના દમ પર ચૂંટણી જીતી શકે તેમ નથી. તેથી પોલીસના દબાણમાં ઉમેદવારોના ફોર્મ ખેંચાવવા અને તેમને ધમકાવવાની ઘટનાઓ સામે આવી રહી છે." રાજપૂતે વધુમાં આક્ષેપ કર્યો હતો કે રાજ્યભરમાં ભાજપના પક્ષમાં પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવે છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારોને આવો સહકાર મળતો નથી. બંને નેતાઓએ આને લોકશાહી પર પ્રહાર ગણાવ્યો હતો. કોંગ્રેસના આ આક્ષેપો બાદ હવે ભાજપ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તે જોવું રહ્યું. ચૂંટણી પહેલા આવા નિવેદનોથી રાજકીય માહોલ વધુ ગરમાયો છે. ઠાકરશી રબારીના નિવેદન પર ભાજપનો પલટવાર ભાજપ પ્રવક્તા સરદારસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ભાજપની તરફેણમાં સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. પાર્ટી દ્વારા કરાયેલા વિકાસના કાર્યોને લઈને ભાજપના કાર્યકરો લોકો વચ્ચે જઈ રહ્યા છે અને જનતા તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાજપને મળતા જનસમર્થનને જોઈને કોંગ્રેસના નેતાઓ હતાશ થયા છે. તેમણે એક કોંગ્રેસ નેતાના નિવેદનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, જાહેર સભામાં ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરીને ભાજપના કાર્યકરોને લડાઈ માટે પડકારવામાં આવ્યા છે, જે યોગ્ય નથી. પાર્ટી શાંતિ અને શિસ્તમાં વિશ્વાસ રાખે છે અને કોઈપણ પ્રકારની લડાઈ-ઝઘડાની રાજનીતિમાં માનતી નથી. અમે વિકાસના એજન્ડા સાથે ચૂંટણી મેદાનમાં છીએ અને જનતાનો વિશ્વાસ અમારી સાથે છે.' કોંગ્રેસ દ્વારા કરાતા આવા પાયાવિહોણા નિવેદનોને ભાજપ કોઈ મહત્વ આપતી નથી. પાર્ટી માત્ર વિકાસના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ચૂંટણી લડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાવ-થરાદની મુલાકાતે:કહ્યું: 'બહેનોની સામે જે પડ્યા સમજો એનો ખાતમો થયે જ છુટકો; વિપક્ષ અત્યારે સામે પડ્યું છે, હવે બહેનોની તાકાત જોજો'
    Next Article
    ‘કોંગ્રેસ શાસનમાં પ્રજા પરેશાન હતી’:બોરવાવ(ગીર)માં પૂર્વ ગૃહમંત્રી ઝડફિયાએ કહ્યું- ભાજપ 30 વર્ષથી સત્તામાં, છેવાડા સુધી વિકાસ પહોંચાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment