Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરની યુનિ.માં રેગિંગની ઘટનાથી ખળભળાટ:સિનિયરના ત્રાસથી ફફડી ઉઠેલા ચાર વિદ્યાર્થીઓએ પોલીસના દ્વાર ખખડાવ્યા, પોલીસ તપાસનો ધમધમાટ

    2 days ago

    ગાંધીનગરના અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલી એક યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓએ એક સિનિયર વિધાર્થી પર રેગિંગ અને મારપીટના આક્ષેપો કરી અડાલજ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપતા શૈક્ષણિક આલમમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે સિનિયર અને જુનિયર વિધાર્થીઓને બોલાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સિનિયરે રેગિંગ કર્યાની 4 વિદ્યાર્થીઓએ અરજી કરી પ્રાપ્ત વિગતો અનુસાર,ગાંધીનગર અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારની જાણીતી યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓએ પોલીસને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, ગત 4 એપ્રિલના રોજ યુનિવર્સિટીના જ એક સિનિયર વિદ્યાર્થી દ્વારા તેમની સાથે રેગિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સિનિયર વિધાર્થીએ ચારેય વિદ્યાર્થીઓ સાથે મારપીટ પણ કરી હતી. જોકે, ભોગ બનનાર વિદ્યાર્થીઓ અન્ય શહેરોમાંથી આવતા હોવાથી અને પોલીસ પ્રક્રિયાથી અજાણ હોવાને કારણે શરૂઆતમાં ભારે ડર અનુભવતા હતા. એ વખતે સિનિયર્સ દ્વારા સતત આપવામાં આવતી ધમકીઓને કારણે તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને ફરિયાદ કરવાની હિંમત કરી શક્યા નહોતા. આક્ષેપો સાચા સાબિત થશે તો સિનિયર વિદ્યાર્થીની અટકાયત કરાશે આખરે હિંમત એકઠી કરીને વિદ્યાર્થીઓએ 12 એપ્રિલના રોજ અડાલજ પોલીસ મથકમાં અરજી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, હાલ તેઓ પોતાની સુરક્ષાને લઈને ભારે ખતરો અનુભવી રહ્યા છે. વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે સિનિયર વિદ્યાર્થી વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે અને તેમને યોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવે. કેમ્પસમાં રેગિંગ જેવી ગંભીર ઘટના બની હોવા છતાં યુનિવર્સિટીના એન્ટી રેગિંગ સેલ કે તંત્રને આ અંગે જાણ કેમ ન થઈ તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. હાલમાં પોલીસે આ લેખિત અરજીના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. જો આ આક્ષેપો સાચા સાબિત થશે તો સિનિયર વિદ્યાર્થી સામે ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી શકે છે. બીજી તરફ પોલીસ આ મામલે યુનિવર્સિટી સત્તાધીશો પાસે પણ વિગતો માંગી શકે છે.
    Click here to Read More
    Previous Article
    મોતરૂપી સ્પીડબ્રેકર અને તંત્રની ઘોર બેદરકારી.:જૂનાગઢના ચોબારી ફાટક પાસે ‘મોતનું સ્પીડબ્રેકર’: ટ્રેક્ટર પરથી ફંગોળાયેલો મજૂર ટાયર નીચે આવતા માંડ બચ્યો, અકસ્માતોના ભયાનક CCTV વાયરલ, તંત્ર ઘોર નિંદ્રામાં
    Next Article
    ખનીજચોરીની ફરિયાદ કરી તો SDMએ કહ્યું-'વાહન પકડી રાખો'!:જૂનાગઢના મોટા કાજલીયાળાના સરપંચ પતિ, SDM અને TDOની ઓડિયો વાઈરલ, સરપંચ પર કાર્યવાહીની ચીમકી અપાતા આશ્ચર્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment