Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખનીજચોરીની ફરિયાદ કરી તો SDMએ કહ્યું-'વાહન પકડી રાખો'!:જૂનાગઢના મોટા કાજલીયાળાના સરપંચ પતિ, SDM અને TDOની ઓડિયો વાઈરલ, સરપંચ પર કાર્યવાહીની ચીમકી અપાતા આશ્ચર્ય

    10 hours ago

    જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામમાં ગૌચરની જમીન પર ચાલી રહેલા ગેરકાયદે ખનન મામલે વહીવટી તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. જાગૃત સરપંચ પ્રતિનિધિ સંજય બોરીચાએ જ્યારે ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી, ત્યારે ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ તંત્રએ સહકાર આપવાને બદલે ઉલટું સરપંચ સામે જ એક્શન લેવાની ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ કરતો ઓડિયો વાઇરલ થયો છે. સરપંચ પ્રતિનિધિને જીવના જોખમે વાહનો પકડવા સૂચના આપી ગામના ગૌચરમાં કોઈપણ મંજૂરી વિના મોટા પાયે થઈ રહેલા માટી અને રેતીના ખનનની જાણ થતા સરપંચ પ્રતિનિધિ સંજય બોરીચા પોતે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે સતત ચાર-પાંચ દિવસ સુધી ખાણ-ખનીજ વિભાગ અને પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. અંતે જ્યારે તેમણે પ્રાંત અધિકારી સાથે વાત કરી, ત્યારે અધિકારીએ સ્થળ પર આવવાને બદલે સરપંચ પ્રતિનિધિને ફોનમાં જણાવ્યું હતું કે, તમે ત્યાં જાઓ અને વાહનો પકડો, ત્યારબાદ જ અમે સ્થળ પર આવીશું. સરપંચ પ્રતિનિધિ પોતે જીવના જોખમે સ્થળ પર હોવાનું જણાવ્યું હોવા છતાં અધિકારીએ તેમની વાત સાંભળ્યા વગર ફોન કાપી નાખ્યો હતો. 'વાહનો ભાગી જશે તો સરપંચ સામે એક્શન લેવામાં આવશે' આ ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તાલુકા વિકાસ અધિકારી (TDO) ઓડેદરાએ સરપંચ પ્રતિનિધિને ફોન કરી ધમકાવ્યા હતા કે, જો તમે વાહનો પકડીને નહીં રાખો અને વાહનો ત્યાંથી ભાગી જશે, તો પ્રાંત અધિકારીની સૂચના મુજબ સરપંચ સામે એક્શન લેવામાં આવશે. સરપંચ પ્રતિનિધિએ વારંવાર પોલીસ પ્રોટેક્શન માંગવા છતાં તંત્રએ પોતાની જવાબદારી જનપ્રતિનિધિ પર ઢોળી દીધી હતી. વહીવટી તંત્ર ભૂમાફિયાઓથી ડરતું હોવાના આક્ષેપ સરપંચ પ્રતિનિધિ સંજય બોરીચાએ તંત્ર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, વહીવટી તંત્ર ભૂમાફિયાઓથી ડરે છે અથવા તેમની સાથે આર્થિક સાંઠગાંઠ ધરાવે છે. ખનીજ ચોરોને ભાગી છૂટવા માટે અધિકારીઓ દ્વારા પૂરતો સમય આપવામાં આવે છે અને ફરિયાદ કરનાર જનપ્રતિનિધિને જ શારીરિક અને માનસિક રીતે ભીંસમાં લેવામાં આવે છે. સરપંચ પ્રતિનિધિ સંજય બોરીચાને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા. ત્યાં પણ તેમના પર નામજોગ ફરિયાદ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. સરપંચ પ્રતિનિધિનું કહેવું છે કે, પંચાયત પાસે માફિયાઓ સામે લડવા માટે કોઈ સત્તા કે સાધન નથી, છતાં અધિકારીઓ તેમને બલિનો બકરો બનાવી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારીનો બચાવ બીજી તરફ, તાલુકા વિકાસ અધિકારીએ આ મામલે બચાવ કરતા જણાવ્યું હતું કે, પંચાયત ધારાની જોગવાઈઓ મુજબ ગામની મિલકતની જાળવણી કરવાની પ્રાથમિક જવાબદારી પંચાયતની છે, તેથી સરપંચને વાહનોનું ધ્યાન રાખવા કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી જમીનની લૂંટ રોકવા માટે અધિકારીઓ અને પોલીસ તંત્રના નિષ્ક્રિય અભિગમને કારણે લોકશાહીમાં પ્રામાણિક જનપ્રતિનિધિઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે. હવે આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરની યુનિ.માં રેગિંગની ઘટનાથી ખળભળાટ:સિનિયરના ત્રાસથી ફફડી ઉઠેલા ચાર વિદ્યાર્થીઓએ પોલીસના દ્વાર ખખડાવ્યા, પોલીસ તપાસનો ધમધમાટ
    Next Article
    PM Modi LIVE: Congress Missed Chance To Script History, Correct Past Mistakes: PM Modi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment