Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદમાં સગીરાનો આપઘાત:ભાઈએ મોબાઈલ મોડી રાત સુધી જોવાનો ઠપકો આપતા લીધું પગલું

    2 days ago

    હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ ફોન જોતી સગીરાએ ભાઈના ઠપકા બાદ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના 5 એપ્રિલના રોજ બની હતી. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ હળવદ તાલુકાના ચરાડવા ગામે પંકજભાઈ પટેલની વાડીએ મજૂરી કામ કરતા પ્રતાપસિંગ નવલસિંહ ચૌહાણ (44)ની 17 વર્ષીય પુત્રી સીમાબેન પ્રતાપસિંહ ચૌહાણે વાડીએ ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતા તેને તાત્કાલિક ચરાડવા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર કારગત ન નીવડતા તેનું મોત થયું હતું. મૃતક સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સગીરા મોડી રાત સુધી મોબાઈલ જોતી હોવાથી તેના ભાઈ પવને ઠપકો આપ્યો હતો, જે બાબત તેને લાગી આવતા તેણે આ પગલું ભર્યું હતું. બીજી એક ઘટનામાં, હળવદના માનસર ગામે આવેલા જેટકોના સબસ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઇન ઇન્સ્પેક્ટરે થપ્પડ મારી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોરબીના ઉમટાઉનશીપના રહેવાસી અને હાલ હળવદના સરા રોડ પર હરીનગર સોસાયટીમાં રહેતા જેટકોના કાર્યપાલક ઇજનેર નીતિનભાઈ જયસુખભાઈ લોરીયા (33)એ હસમુખભાઈ કાનજીભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી હસમુખભાઈ ધાંગધ્રાના વડવાળી શેરી, સોની તલાવડીના રહેવાસી છે અને માનસર ગામે 400 KV જેટકોના લાઇન ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. ફરિયાદ મુજબ, આરોપી અગાઉ નોકરીમાં ગેરહાજર રહ્યા હતા, ત્યારે ફરિયાદીએ હાજરી માસ્ટરમાં તેમની હાજરી સામે લીટો માર્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ બોલાચાલી કરી, ઝપાઝપી કરી, અભદ્ર ગાળો આપી ઉશ્કેરાઈ જઈને ફરિયાદીને ગાલ પર થપ્પડ મારી હતી. તેણે અર્થીંગ ફાઇબર રોડનો દંડો લઈને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હળવદ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાંડેસરામાં સાસુને જીવતા સળગાવનાર જમાઈ ઝડપાયો:સાળીની સગાઈને લઈ વિવાદ થતા જ્વલનશીલ પ્રવાહી છાંટી હત્યા નિપજાવી હતી
    Next Article
    બોટાદમાં માથાભારે ગેંગ સામે GUJCTOC હેઠળ કાર્યવાહી:ફિરોઝ કાઝી સહિત 6 શખ્સો સામે ગુનો દાખલ, 3ની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment