Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંડેસરામાં સાસુને જીવતા સળગાવનાર જમાઈ ઝડપાયો:સાળીની સગાઈને લઈ વિવાદ થતા જ્વલનશીલ પ્રવાહી છાંટી હત્યા નિપજાવી હતી

    2 days ago

    સુરતના પાંડેસરા વિસ્તારમાં સાળીની સગાઈના વિવાદમાં જમાઈ દ્વારા સાસુ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી જીવતા સળગાવી દીધા હતા.સાસુની હત્યા નિપજાવ્યા બાદ જમાઈ શિરડી ભાગી ગયો હતો. ત્યાંથી સુરત પરત ફરતા જ પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. સાળીની સગાઈના વિવાદમાં જમાઈએ સાસુની હત્યા નિપજાવી આ ઘટના કોઈ આકસ્મિક આવેશનું પરિણામ નહોતી, પરંતુ એક પૂર્વ આયોજિત કાવતરું હતું. ગત તારીખ 15 એપ્રિલ 2026ના રોજ સવારે, જ્યારે રત્નાબેન સોનવણે પોતાના ઘરના ઓટલા પર બેઠા હતા, ત્યારે જમાઈ મનોહર મહાજન પ્લાસ્ટિકની બોટલમાં જ્વલનશીલ પ્રવાહી (પેટ્રોલ અથવા કેમિકલ) અને સળગતું લાકડું લઈને ત્યાં પહોંચ્યો હતો. તેણે કાંઈ પણ વિચાર્યા વગર વૃદ્ધ સાસુ પર પ્રવાહી છાંટ્યું અને સળગતા લાકડા વડે આગ ચાંપી દીધી હતી. જોતજોતામાં રત્નાબેન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા અને તેમની ચીસથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. મનોહરનો ગુસ્સો માત્ર સાસુ પૂરતો સીમિત નહોતો. જ્યારે રત્નાબેનને બચાવવા માટે આશાબેનનો દીકરો હરીશ વચ્ચે આવ્યો, ત્યારે હત્યારા મનોહરે તેને પણ સળગાવવાનો જીવલેણ પ્રયાસ કર્યો હતો. હરીશ નસીબજોગે બચી ગયો હતો, પરંતુ રત્નાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી મનોહર ત્યાંથી નાસી છૂટ્યો હતો. લોહીલુહાણ અને દાઝેલી હાલતમાં વૃદ્ધાને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના બિછાને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા રત્નાબેન સોનવણેનું ગત રાત્રે કરુણ મોત નીપજ્યું હતું. શરૂઆતમાં પાંડેસરા પોલીસે આ મામલે 'હત્યાની કોશિશ'નો ગુનો નોંધ્યો હતો. પરંતુ વૃદ્ધાના અવસાન બાદ હવે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) એટલે કે 'હત્યા'નો ગુનો ઉમેરવામાં આવ્યો છે. શિરીડીથી સુરત પરત આવતા જ આરોપી મનોહર દબોચાયો પાંડેસરા પોલીસ મથકના પી.આઈ. ડી.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે ગુનો કર્યા બાદ આરોપી મનોહર પોલીસથી બચવા માટે મહારાષ્ટ્રના શિરીડી ભાગી ગયો હતો. જોકે, પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેના પર નજર રાખી હતી. જેવું જ મનોહરને જાણ થઈ કે તેની સાસુનું મોત થયું છે, તે સુરત પરત ફર્યો હતો. ભેસ્તાન વિસ્તારમાં પોલીસ તેને પકડવા માટે વોચમાં જ હતી અને જેવો તે દેખાયો કે તરત જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. એસીપી ઝેડ.આર.દેસાઈ એ જણાવ્યું હતું કે,આરોપી છૂટક મજૂરી કરતો હતો. તે માનતો હતો કે તેના ઘરકંકાસના મૂળમાં તેની સાસુ છે. જ્વલનશીલ પ્રવાહી ક્યાંથી લાવ્યો તે બાબતે તેણે અત્યાર સુધી માહિતી છુપાવી છે, પરંતુ કેટલીક વિગતો આપી છે જેને અમે વેરીફાય કરી રહ્યા છીએ. લોકેશન અને કમ્યુનિકેશનના આધારે વધુ વિગતો ટૂંક સમયમાં જાણવા મળશે.
    Click here to Read More
    Previous Article
    સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમાવો:ભાજપના મહિલા ઉમેદવારના સંતાનોની સંખ્યા મુદ્દે હડકંપ, AAPએ પુરાવા સાથે નોંધાવ્યો વાંધો
    Next Article
    હળવદમાં સગીરાનો આપઘાત:ભાઈએ મોબાઈલ મોડી રાત સુધી જોવાનો ઠપકો આપતા લીધું પગલું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment