Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમાવો:ભાજપના મહિલા ઉમેદવારના સંતાનોની સંખ્યા મુદ્દે હડકંપ, AAPએ પુરાવા સાથે નોંધાવ્યો વાંધો

    2 days ago

    સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સુરતના રાજકારણમાં રસાકસીની સાથે આક્ષેપ-પ્રતિઆક્ષેપની ચરમસીમા જોવા મળી રહી છે. ખાસ કરીને વોર્ડ નંબર 8 (કતારગામ) બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર વંદનાબેન ઘોઘારીના સંતાનોની સંખ્યાને લઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાગર સવાણીએ ગંભીર આક્ષેપો કરતા રાજકીય ગલિયારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સોગંદનામામાં વિસંગતતા હોવાનો દાવો આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાગર સવાણીએ ચૂંટણી પંચમાં કરેલી ફરિયાદ મુજબ, ભાજપના ઉમેદવાર વંદના ઘોઘારીએ તેમના ઉમેદવારી ફોર્મ સાથેના સોગંદનામામાં બાળકોની સંખ્યા બાબતે ગેરમાર્ગે દોર્યા છે. આક્ષેપ છે કે પ્રથમ એફિડેવિટમાં તેમણે 'ઝીરો' સંતાન દર્શાવ્યા હતા, જ્યારે હકીકતમાં તેમને ત્રણ સંતાનો છે. વિવાદ વધતા બીજી વખત રજૂ કરેલા સોગંદનામામાં પણ બે સંતાનોની વિગત આપી હોવાનું સામે આવ્યું છે, જે વાસ્તવિકતાથી અલગ હોવાનો દાવો 'આપ' દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતના 3 સંતાનોના નિયમનો ભંગ? ગુજરાત સ્થાનિક સત્તામંડળના કાયદા મુજબ, જે વ્યક્તિને બેથી વધુ (ત્રણ કે તેથી વધુ) સંતાનો હોય, તે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે. સાગર સવાણીએ પુરાવાઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, વંદનાબેનને ત્રણ સંતાનો હોવા છતાં ખોટી વિગતો રજૂ કરીને ચૂંટણી પંચ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેમણે આ બાબતે ચૂંટણી અધિકારી સમક્ષ કડક વાંધા અરજી દાખલ કરીને ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે. ચૂંટણી અધિકારીઓ ભાજપના ઉમેદવાર પર કેમ મહેરબાન? સાગર સવાણીએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, આ જ વોર્ડમાં એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ ત્રણ બાળકોના કારણે રદ કરવામાં આવ્યું છે. તો પછી ભાજપના ઉમેદવાર સામે પુરાવા હોવા છતાં ચૂંટણી અધિકારીઓ કેમ મૌન સેવી રહ્યા છે? શું કાયદો બધા માટે સમાન નથી? તેમણે વધુમાં ઉમેર્યું કે જો ચૂંટણી પંચ દ્વારા ન્યાયિક તપાસ કરીને ફોર્મ રદ કરવામાં નહીં આવે, તો તેઓ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. જનતા જડબાતોડ જવાબ આપશે ચૂંટણી પ્રચાર દરમિયાન સાગર સવાણીએ કતારગામની જનતાને હાકલ કરતા કહ્યું કે, જે ઉમેદવાર સત્તા મેળવવા માટે ચૂંટણી પંચને છેતરી શકે, તે જનતાનું ભલું કેવી રીતે કરશે? જનતાએ ઉમેદવારની વિશ્વસનીયતા તપાસીને જ મતદાન કરવું જોઈએ. કતારગામની જનતા આ છેતરપિંડી અને અન્યાયનો જડબાતોડ જવાબ આપશે. ભાજપના ઉમેદવાર દ્વારા છડેચોક નિયમોનું ઉલ્લંઘન સાગર સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે પુરાવા સાથે વાંધો રજૂ કર્યો છે. લોકશાહીમાં પારદર્શકતા હોવી જોઈએ. ભાજપના ઉમેદવાર છડેચોક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને તંત્ર તેમને છાવરી રહ્યું હોય તેવું લાગે છે. અમે ન્યાય માટે છેક સુધી લડીશું.
    Click here to Read More
    Previous Article
    ‘પેમેન્ટ નહીં તો વોટ નહીં’:આદિવાસી મજૂરોનો સુગર ફેક્ટરીઓ સામે બાયો ચડાવી, ચૂંટણી બહિષ્કારનો એલ્ટીમેટમ
    Next Article
    પાંડેસરામાં સાસુને જીવતા સળગાવનાર જમાઈ ઝડપાયો:સાળીની સગાઈને લઈ વિવાદ થતા જ્વલનશીલ પ્રવાહી છાંટી હત્યા નિપજાવી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment