Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘પેમેન્ટ નહીં તો વોટ નહીં’:આદિવાસી મજૂરોનો સુગર ફેક્ટરીઓ સામે બાયો ચડાવી, ચૂંટણી બહિષ્કારનો એલ્ટીમેટમ

    2 days ago

    ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે આદિવાસી મજૂરોના બાકી વેતન અને શોષણનો મુદ્દો ગરમાયો છે. 'ભારત આદિવાસી સંવિધાન સેના' અને 'મજૂર અધિકાર મંચ' દ્વારા મહુવા અને વ્યારા સુગર ફેક્ટરીના મેનેજમેન્ટ સામે કડક વલણ અપનાવી આખરી એલ્ટીમેટમ જાહેર કરવામાં આવ્યું છે. મજૂર સંગઠનોએ ચીમકી આપી છે કે જો 24 કલાકમાં વેતનની ચુકવણી નહીં થાય, તો સમગ્ર જિલ્લામાં "ચૂંટણી બહિષ્કાર" કરવામાં આવશે. મુખ્ય વિગતો અને આક્ષેપો સંગઠનોના જણાવ્યા અનુસાર, જિલ્લાના હજારો આદિવાસી મજૂરોએ વર્ષભર સખત પરિશ્રમ કર્યો હોવા છતાં, સીઝન પૂર્ણ થયા પછી પણ તેમને હકનું વેતન મળ્યું નથી. મજૂરોએ આક્ષેપ કર્યો છે કે ફેક્ટરી સંચાલકો દ્વારા સતત ખોટા આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની છે. એક તરફ સરકાર વિકાસના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ શ્રમિકોને પાયાના હક માટે રસ્તા પર ઉતરવાની નોબત આવી છે. સંગઠનોની મુખ્ય માંગણીઓ: મહુવા અને વ્યારા સુગર ફેક્ટરીના તમામ મજૂરોને બાકી વેતન વ્યાજ સહિત તાત્કાલિક ચૂકવવામાં આવે. મજૂરોનું આર્થિક શોષણ કરનાર જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમની ધરપકડ કરવામાં આવે. ચૂંટણી બહિષ્કારની ચીમકી આંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો 24 કલાકમાં સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો ડાંગમાં “પેમેન્ટ નહીં તો વોટ નહીં”ના સૂત્ર સાથે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. આ અંતર્ગત ગામડાઓમાં કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવારના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની પણ તૈયારી દર્શાવી છે. રાજ્યના ગૃહમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ડાંગ મુલાકાત પૂર્વે જ મજૂર સંગઠનોએ તેમને સીધો પડકાર ફેંક્યો છે. સંગઠનોએ માંગ કરી છે કે ગૃહમંત્રી આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી શ્રમિકોને ન્યાય અપાવે. જો વહીવટી તંત્ર કે સરકાર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં નહીં આવે, તો જિલ્લામાં ઉભી થનારી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    PM Modi Speech Live Updates: PM Modi says Congress, DMK, TMC and Samajwadi Party committed female foeticide by defeating women’s quota bill
    Next Article
    સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમાવો:ભાજપના મહિલા ઉમેદવારના સંતાનોની સંખ્યા મુદ્દે હડકંપ, AAPએ પુરાવા સાથે નોંધાવ્યો વાંધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment