Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં માથાભારે ગેંગ સામે GUJCTOC હેઠળ કાર્યવાહી:ફિરોઝ કાઝી સહિત 6 શખ્સો સામે ગુનો દાખલ, 3ની ધરપકડ

    2 days ago

    બોટાદ પોલીસે શહેરમાં સક્રિય માથાભારે ગેંગ વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOC) કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે. આ ગેંગના છ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગેંગના મુખ્ય સૂત્રધાર ફિરોઝ ઉર્ફે મોટો કાઝી, સુફિયાન ઉર્ફે સિરો ડોન, શબ્બીર કુરેશી, તૌસીફ જાંગડ, નવાઝ ઉર્ફે નાના કાઝી અને રમઝાન ઉર્ફે રીયાઝ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો છે. આ ગેંગ મારામારી, ખંડણી, હત્યાનો પ્રયાસ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી હતી. તેમના સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. બોટાદ પોલીસે છ આરોપીઓ પૈકી ત્રણ, શબ્બીર કુરેશી, નવાઝ કાઝી અને રમઝાન ઉર્ફે રીયાઝની ધરપકડ કરી છે. તૌસીફ અને ફિરોઝ અન્ય ગુનામાં જેલમાં છે, જ્યારે સુફિયાનને પકડવાની કાર્યવાહી ચાલુ છે. આ અંગેની માહિતી બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    હળવદમાં સગીરાનો આપઘાત:ભાઈએ મોબાઈલ મોડી રાત સુધી જોવાનો ઠપકો આપતા લીધું પગલું
    Next Article
    મોતરૂપી સ્પીડબ્રેકર અને તંત્રની ઘોર બેદરકારી.:જૂનાગઢના ચોબારી ફાટક પાસે ‘મોતનું સ્પીડબ્રેકર’: ટ્રેક્ટર પરથી ફંગોળાયેલો મજૂર ટાયર નીચે આવતા માંડ બચ્યો, અકસ્માતોના ભયાનક CCTV વાયરલ, તંત્ર ઘોર નિંદ્રામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment