Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફ્રુટના ધંધાર્થીએ પઠાણી ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો:ગોકુલધામ કવાર્ટરમાં પ્રેમિકાના ઘરે જ પ્રેમીનો ગળેફાંસો ખાઈ આપઘાત

    10 hours ago

    રાજકોટના સંતકબીર રોડ પર હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતાં અશોક રમેશભાઈ પલાણ (ઉ.વ.38) નામના યુવાને આજે વહેલી સવારે ગોકુલધામ આવાસ કવાર્ટરમાં રહેતી તેની પ્રેમિકા રેશ્માબેનના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક અશોક બે બહેનનો એકનો એક મોટો ભાઈ હતો. તેના અગાઉ લગ્ન થયા બાદ 10 વર્ષ પહેલા છુટાછેડા થઈ ગયા હતાં. તેને સંતાનમાં એક પુત્રી હોવાનું અને મૃતક છુટક મજુરી કરતો હોવાનું સામે આવ્યું છે. મૃતક અશોકને 6 વર્ષથી રેશ્મા સાથે પ્રેમ સંબંધ હતો. રેશ્માના પણ અગાઉ છુટાછેડા થઈ ગયા હતાં. અશોક અવારનવાર પ્રેમિકા રેશ્માના ઘરે આવતો જતો હતો. દરમિયાન રેશ્માને અન્ય યુવકો સાથે પણ સંબંધ હોવાનું જણાઈ આવતાં અશોકને રેશ્મા ફસાવી દેશે તેવી શંકા ઉપજતાં તેણે પ્રેમિકાના ઘરે જ જીવન ટૂંકાવી લીધાનું સામે આવતા માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ફ્રુટના ધંધાર્થીએ પઠાણી ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો મહેશ્ર્વર સોસાયટીમાં આવેલા ભવાની ચોકમાં ઈમરાનભાઈ આરીફભાઈ સોલંકી (ઉ.વ.49) 11 વાગ્યા આસપાસ જયુબેલી બગીચામાં હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં ઈમરાનભાઈ સોલંકી ફ્રુટનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે. 6 વર્ષ પહેલા ધંધા માટે લીધેલા રૂપિયા 2 લાખના 20 લાખ ચુકવી દીધા હોવા છતાં અફઝલ, નવાઝ, મોહસીન અને શહબાઝ નામના શખ્સો વધુ રૂપિયાની ઉઘરાણી કરી ધમકી આપતાં હોવાથી ઝેરી દવા પી લીધી હોવાનો આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પારેવડી ચોકમાં રોડ ક્રોસ કરતાં વૃધ્ધાનું એસ.ટી.બસ અડફેટે મોત રાજકોટના જંગલેશ્ર્વરમાં આવેલા હુસેની ચોકમાં રહેતાં હલુબેન અબ્દુલભાઈ ચાવડા (ઉ.વ.70) બપોરના 1 વાગ્યા આસપાસ મોચી બજારમાં રહેતાં તેમના બહેન રોશનબેનના ઘરે જતાં હતાં ત્યારે પારેવડી ચોક પાસે રોડ ક્રોસ કરતી વખતે એસ.ટી.બસના ચાલકે ઠોકરે ચડાવ્યા હતાં જેમાં એસ.ટી.બસનું વ્હીલ માથે ફરી વળતાં વૃધ્ધાને તાત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે બી-ડીવીઝન પોલીસે એસ.ટી. બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યા કેસમાં આરોપીની માનવતા ધોરણની જામીન અરજી નામંજુર ફરીયાદી તથા તેના ભાઈ હાર્મીશ બંને કોઠારીયા મેનઈ રોડ ઉપર આવેલ ખોડીયાર હોટલે બેઠક ધરાવતા હતા આ ખોડીયાર હોટલ ઉપર આવેલ કોમ્પલેક્ષમાં આ કામના આરોપીની ફાઈનાન્સની ઓફીસ હોય કોમ્પલેક્ષના પાર્કીંગમાં આરોપીએ ડેલો બનાવ્યો ત્યાં ફરીયાદી તથા તેનો ભાઈ ચાર-પાંચ દિવસ પહેલા ઉભા હતા જેથી આરોપીએ ત્યાં નહી ઉભા રહેવાનું કહી ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી તથા તેના ભાઈ સાથે આજ બાબતે ઝઘડો કરી છરીથી ફરીયાદીના ભાઈ હાર્મીશ હંસરાજભાઈ ગજેરા (ઉ.વ.28) ઉપર હુમલો કરતા હાર્મીશનું મોત થયું હતું. આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને બાદમાં આરોપીએ પિતાની મેડીકલ સારવાર માટે તેમજ નાણાકીય વ્યવસ્થા કરવા માટે મેડીકલ કાગળો રજૂ કરી 30 દિવસના માનવતાના ધોરણે જામીન ઉપર મુકત કરવા કરેલ રજુઆતો સામે સ્પેશ્યલ પી.પી. તથા મુળ ફરીયાદ પક્ષે રજુઆત કરવામાં આવી કે અરજદારની હાજરી વગર જો ખરેખર તેના પિતાને બીમારી હોય તો તેના બીજા પુત્ર અને પરીવારજનો સારવાર કરાવી શકે છે. ઉપરાંત જેની બીમારીનું કારણ આગળ ધરી માનવતાના જામીન માગવામાં આવેલ છે તે પોતાના ધંધાના સ્થળે કામ કરી રહેલ હોવાનો વીડિયો છે. ફોટોગ્રાફસ છે. તમામ દલીલો ધ્યાને લઈ કોર્ટે માનવતાના ધોરણે 30 દિવસ જામીન ઉપર મુક્ત થવાની આરોપીની અરજી નામંજુર કરતો હુકમ ફરમાવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના વોર્ડ. 2માં કોંગ્રેસનું ચૂંટણી કાર્યાલય પાલિકાએ સીલ કર્યું:મંજૂરી ન લેતા કાર્યવાહી, ઉમેદવારે ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહી હોવાના આક્ષેપ કર્યાં
    Next Article
    વંથલીમાં ભૂમાફિયાઓ બેફાન, તંત્ર ઘોર નિંદ્રામાં:મોટા કાજલીયાળીમાં ગેરકાયદે ખનન મામલે તંત્ર પર ગંભીર આક્ષેપ, અધિકારીઓએ સરપંચને એક્શન લેવાની ધમકી આપ્યાનો ઓડિયો વાઈરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment