Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વંથલીમાં ભૂમાફિયાઓ બેફાન, તંત્ર ઘોર નિંદ્રામાં:મોટા કાજલીયાળીમાં ગેરકાયદે ખનન મામલે તંત્ર પર ગંભીર આક્ષેપ, અધિકારીઓએ સરપંચને એક્શન લેવાની ધમકી આપ્યાનો ઓડિયો વાઈરલ

    9 hours ago

    જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના મોટા કાજલીયાળી ગામમાં ગૌચરની જમીન પર ચાલી રહેલા ગેરકાયદે ખનન મામલે વહીવટી તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. જાગૃત સરપંચ પ્રતિનિધિ સંજયભાઈ બોરીચાએ જ્યારે ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી, ત્યારે ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ તંત્રએ સહકાર આપવાને બદલે ઉલટું સરપંચને જ એક્શન લેવાની ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ કરતો વીડિયો વાઇરલ થયો છે. તંત્રની ઉદાસીનતા અને સરપંચ પર દબાણ ગામના ગૌચરમાં કોઈપણ મંજૂરી વિના મોટા પાયે થઈ રહેલા માટી અને રેતીના ખનનની જાણ થતા સરપંચ સંજય બોરીચાએ સતત ચાર-પાંચ દિવસ સુધી ખાણ-ખનીજ વિભાગ અને પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. અંતે જ્યારે તેમણે પ્રાંત અધિકારી સાથે વાત કરી, ત્યારે અધિકારીએ સ્થળ પર આવવાને બદલે સરપંચને જ જીવના જોખમે વાહનો પકડી રાખવાની સૂચના આપી હતી. ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તાલુકા વિકાસ અધિકારી (TDO) ઓડેદરાએ સરપંચને ફોન કરી ધમકાવ્યા હતા કે, "જો ખનન કરતા વાહનો ત્યાંથી ભાગી જશે, તો તમારી સામે એક્શન લેવામાં આવશે." સરપંચે વારંવાર પોલીસ પ્રોટેક્શન માંગવા છતાં તંત્રએ પોતાની જવાબદારી જનપ્રતિનિધિ પર ઢોળી દીધી હતી. સરપંચના ગંભીર આક્ષેપો સરપંચ સંજય બોરીચાએ તંત્ર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, વહીવટી તંત્ર કાં તો ભૂમાફિયાઓથી ડરે છે અથવા તેમની સાથે આર્થિક સાંઠગાંઠ ધરાવે છે. ખનીજ ચોરોને ભાગી છૂટવા માટે અધિકારીઓ દ્વારા પૂરતો સમય આપવામાં આવે છે. પંચાયત પાસે માફિયાઓ સામે લડવા માટે કોઈ સત્તા કે સાધન નથી, છતાં અધિકારીઓ તેમને બલિનો બકરો બનાવી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારીનો બચાવ બીજી તરફ, તાલુકા વિકાસ અધિકારીએ પંચાયત ધારાની જોગવાઈઓનો હવાલો આપી બચાવ કર્યો હતો કે ગામની મિલકતની જાળવણી કરવાની પ્રાથમિક જવાબદારી પંચાયતની છે, તેથી સરપંચને વાહનોનું ધ્યાન રાખવા કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી જમીનની લૂંટ રોકવા માટે અધિકારીઓ અને પોલીસ તંત્રના નિષ્ક્રિય અભિગમને કારણે લોકશાહીમાં પ્રામાણિક જનપ્રતિનિધિઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે. હવે આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરવામાં આવે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    ફ્રુટના ધંધાર્થીએ પઠાણી ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો:ગોકુલધામ કવાર્ટરમાં પ્રેમિકાના ઘરે જ પ્રેમીનો ગળેફાંસો ખાઈ આપઘાત
    Next Article
    IPL 2026 LIVE: Samson With A DRS Masterclass, Abhishek Equals Sooryavanshi's Feat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment