Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈતર વસાવાના હાઇડ્રો પ્રોજેક્ટ મુદ્દે આકરા પ્રહાર:નસવાડીના રાયપુરની સભા બાદ કહ્યું- ધારીયા, પાળિયા શણગાર માટે નથી; જરૂર પડ્યે ગાંધીનગર જઈશું

    17 hours ago

    છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાયપુર ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાઇડ્રો પ્રોજેક્ટ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આદિવાસીઓ પાસે રહેલા ધારીયા, પાળિયા અને તીર કામઠા માત્ર શણગાર માટે નથી, જરૂર પડ્યે રોડ પર ઉતરતા અને ગાંધીનગર જતા પણ આવડે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન ચૈતર વસાવાએ આ જનસભાને સંબોધી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ ત્રીજો મોરચો નહીં ચાલે તેમ કહેતા હતા, પરંતુ આજે આમ આદમી પાર્ટીના ૬૫૦૦ ઉમેદવારો સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહ્યા છે. આ અમારી સેમી ફાઇનલ છે અને ૨૦૨૭માં ફાઇનલ પણ સારી રીતે લડીશું. વસાવાએ હાઇડ્રો પ્રોજેક્ટ અંગે વધુમાં જણાવ્યું કે, પ્રોજેક્ટ માટે જમીનો લેવા માટે એમઓયુ કરવામાં આવ્યા છે. જો સરકાર આ જ પ્રકારે આદિવાસીઓની જમીનો હાઇડ્રો પ્રોજેક્ટના નામે લેવાનો પ્રયાસ કરશે, તો અમે લડતા રહીશું. તેમણે ચેતવણી આપી કે, અમારા ઘરોમાં રાખેલા ધારીયા, પાળિયા અને તીર કામઠા શણગાર માટે નથી. જમીનો બચાવવા માટે ગાંધીનગર જઈને પણ આંદોલન કરીશું. ચૈતર વસાવાએ ભાજપ પર લોકશાહીનું હનન કરવાનો અને લોકોના અધિકારો છીનવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, ભાજપના લોકો ઉમેદવારોને ડરાવી, ધમકાવી, અપહરણ કરી અને લોભ-લાલચ આપીને ફોર્મ ખેંચાવી બિનહરીફ ચૂંટણીઓ કરાવી રહ્યા છે. તેમણે પોલીસ અધિકારીઓને પણ સંદેશ આપ્યો કે, જો તેમને રાજકારણનો બહુ શોખ હોય, તો વર્દી ઉતારી, રાજીનામું આપી, ખેસ પહેરીને મેદાનમાં આવે. ત્યારે તેમને ખબર પડશે કે કેટલા વિશે સો થાય છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે જોરાવરનગરમાં સઘન ચેકિંગ:મેક્સન સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન તપાસ
    Next Article
    રાંદેર-અડાજણમાં 20 એપ્રિલના એક દિવસનો પાણી કાપ:હજારો પરિવારને વહેલી સવારના પાણી ભરી લેવા તંત્રની અપીલ, જુઓ અસરગ્રસ્ત વિસ્તારોની યાદી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment