Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે જોરાવરનગરમાં સઘન ચેકિંગ:મેક્સન સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન તપાસ

    16 hours ago

    જોરાવરનગર પોલીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું છે. આ કાર્યવાહી જોરાવરનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ASP કરણકુમાર પન્નાની સૂચનાથી કરવામાં આવી હતી. ચેકિંગ ડ્રાઇવ જોરાવરનગરના તારામણી કોમ્પ્લેક્સ અને મેક્સન સર્કલ જેવા વિવિધ વિસ્તારોમાં યોજાઈ હતી. પોલીસ કાફલા દ્વારા શંકાસ્પદ વાહનો, બ્લેક ફિલ્મવાળા વાહનો, નંબર પ્લેટ વગરની કાર અને સ્કૂટર જેવા વાહનોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગેરકાયદેસર હથિયારો અંગે પણ વિશેષ ધ્યાન રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાના હેતુથી પોલીસે આ પગલું ભર્યું છે.
    Click here to Read More
    Previous Article
    પશુબલી માગતા પુત્રની હત્યાની તાંત્રિક મહિલા પર આશંકા:ધ્રાંગધ્રામાં ક્રબસ્તાનમાંથી 4 વર્ષીય બાળકની લાશ કઢાઈ, ફોરેન્સિક તપાસ માટે રાજકોટ ખસેડાઈ
    Next Article
    ચૈતર વસાવાના હાઇડ્રો પ્રોજેક્ટ મુદ્દે આકરા પ્રહાર:નસવાડીના રાયપુરની સભા બાદ કહ્યું- ધારીયા, પાળિયા શણગાર માટે નથી; જરૂર પડ્યે ગાંધીનગર જઈશું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment