Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અગાઉ ઝઘડો થયો ત્યારે માતા-પુત્રી મુંબઈ જતા રહ્યા'તા:નામચીન બુટલેગર હાર્દિક ઉર્ફે કવિએ પોતાની પત્ની અને દીકરીને મારી નાખવાની ધમકી આપતા દીકરીએ નોંધાવી ફરિયાદ

    2 days ago

    નામચીન બુટલેગર હાર્દિક ઉર્ફે કવિએ પોતાની પત્ની અને દીકરીને માર મારી બાદમાં મારી નાખવાની ધમકી આપતા પિતાના ત્રાસથી કંટાળી દીકરીએ ફરિયાદ નોંધાવતા માલવીયાનગર પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં ચૈતાલીબેન હાર્દીકભાઇ સોલંકી (ઉં.વ.22)એ જણાવ્યું હતું કે, આશરે ચાર મહીના પહેલા મારા પિતા હાર્દિકભાઈને મારી માતા જયશ્રીબેન સાથે માથાકુટ થતા હું તથા મારા માતા જયશ્રીબેન બંને મારા પિતા હાર્દીકભાઈને કહ્યા વગર અલગથી રહેવા માટે વેસ્ટ મુબંઈ જતા રહ્યા હતા અને ગઇ તા.1 એપ્રિલના રોજ મારે બી.કોમ. સેમેસ્ટર 06ની પરીક્ષા હોવાથી હું અહીં સ્વામીનારાયણ મંદિર કાલાવાડ રોડ રાજકોટ ખાતે આવીને રોકાઈ હતી. બાદમાં ગઈ તા.05 એપ્રિલના રોજ મારા પિતાએ મારી તથા મારા માતા જયશ્રીબેનના ગુમ થવા બાબતે અરજી કરી હોવાથી હું માલવીયાનગર પોલીસ સ્ટેશન આવી હતી. મારા પિતા હાર્દિકભાઈ મને લેવા માટે પોલીસ સ્ટેશન આવતા હું મારા પિતા સાથે ઘરે જતી રહી હતી. બાદ મારા માતા જયશ્રીબેન મને લેવા માટે મુંબઈથી અહીં રાજકોટ આવ્યા હતા ત્યારે બંને વચ્ચે વાતચીત દરમિયાન મારા માતા જયશ્રીબેન અને પિતા હાર્દીકભાઈ બંને વચ્ચે ઘરમેળે સમાધાન થઈ ગયું હોવાથી મારા માતા જયશ્રીબેન પણ અમારી સાથે રહેવા માટે આવી ગયા હતા અને બાદ તા.16 એપ્રિલના રાત્રે 11.30 વાગ્યા આસપાસ હું મારા ઘરે હતી ત્યારે મારા પિતાએ મારી પાસે મારો ફોન માગતા મેં મારા પિતાને ફોન આપવાની ના પાડતા તેઓ મને અપશબ્દો બોલવા લાગ્યા અને મને ઢીકા પાટુનો માર માર્યો હતો. મારા માતા મને છોડાવવા જતા મારા પિતાએ તેઓને પણ ઢીકા પાટુનો માર માર્યો હતો. મારા પિતાએ મને અને મારા માતાને કહ્યું કે આજે તો તમને મારી જ નાખવા છેnજેથી અમે ત્યાંથી નિકળી ગયા અને બાદ માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે આવીને મારા પિતા વિરૂધ્ધ કાર્યવાહી કરવા ફરીયાદ કરી હતી. હાલ માલવિયાનગર પોલીસે હાર્દિક ઉર્ફે કવિ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બંને દીકરીઓને ઝેરી દવા પીવડાવી માતાએ પણ ઝેર પીધું:મહિલાનું મોત, બંને પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ, સામૂહિક આપઘાત કેસમાં મૃતક સામે ગુનો દાખલ
    Next Article
    ભરૂચ કોંગ્રેસે નગરપાલિકા ચૂંટણી માટે ઘોષણાપત્ર જાહેર કર્યું:ભાજપના શાસન પર ભ્રષ્ટાચારના આક્ષેપો, વિકાસનો રોડમેપ રજૂ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment