Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ કોંગ્રેસે નગરપાલિકા ચૂંટણી માટે ઘોષણાપત્ર જાહેર કર્યું:ભાજપના શાસન પર ભ્રષ્ટાચારના આક્ષેપો, વિકાસનો રોડમેપ રજૂ કર્યો

    21 hours ago

    ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ સ્થિતિમાં ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા માટે વિકાસ કેન્દ્રિત ઘોષણાપત્ર જાહેર કરાયું છે. સાથે જ ભાજપના કથિત ભ્રષ્ટાચાર અંગે એક ‘પોલખોલ પત્રિકા’ પણ રજૂ કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, આગેવાન કિરણ ઠાકોર અને સુરેશ મહેતા સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં આ ઘોષણાપત્ર જાહેર કરાયું હતું. તેમાં વર્ષ 2026થી 2031 સુધીના વિકાસ માટેનો રોડમેપ રજૂ કરાયો છે. કોંગ્રેસે પાલિકામાં પોતાનું બોર્ડ બનવાના આત્મવિશ્વાસ સાથે શહેરના સર્વાંગી વિકાસના વચનો આપ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષના શાસનમાં ભાજપે ક્યારેય સ્પષ્ટ ઘોષણાપત્ર જાહેર કર્યું નથી કે વિકાસ માટે કોઈ ચોક્કસ રોડમેપ આપ્યો નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપના શાસનમાં શહેરની પ્રજા ટ્રાફિક સમસ્યા, અપૂર્ણ સફાઈ વ્યવસ્થા, ડમ્પિંગ સાઇટની અયોગ્ય સ્થિતિ, ખરાબ રોડ-રસ્તા અને ડ્રેનેજ જેવી મૂળભૂત સમસ્યાઓથી પરેશાન છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં શહેરની વાસ્તવિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ મુદ્દાઓને આવરી લેવાયા છે. તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ટ્રાફિક નિયંત્રણ, સફાઈ વ્યવસ્થા સુધારણા, ગુણવત્તાસભર રોડ-રસ્તા, સશક્ત ડ્રેનેજ સિસ્ટમ, મહિલાઓ અને સમાજ કલ્યાણ યોજનાઓ, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓમાં સુધારો, સસ્તું આવાસ અને સુવ્યવસ્થિત શહેરી આયોજન સહિત નાગરિક સુવિધાઓના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે બંને મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર તેજ બન્યો છે. આગામી દિવસોમાં મતદારો માટે વિકાસના મુદ્દા કેન્દ્રસ્થાને રહે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    અગાઉ ઝઘડો થયો ત્યારે માતા-પુત્રી મુંબઈ જતા રહ્યા'તા:નામચીન બુટલેગર હાર્દિક ઉર્ફે કવિએ પોતાની પત્ની અને દીકરીને મારી નાખવાની ધમકી આપતા દીકરીએ નોંધાવી ફરિયાદ
    Next Article
    Dhandhuka Tension LIVE | ધંધુકામાં યુવકની હત્યા બાદ તોફાન, અમદાવાદથી પોલીસ પહોંચી LIVE | Crime

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment