Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંને દીકરીઓને ઝેરી દવા પીવડાવી માતાએ પણ ઝેર પીધું:મહિલાનું મોત, બંને પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ, સામૂહિક આપઘાત કેસમાં મૃતક સામે ગુનો દાખલ

    12 hours ago

    સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં આવેલા સુમન પ્રતીક આવાસમાં એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના બની છે. એક રત્નકલાકારની પત્નીએ કૌટુંબિક ઝઘડાથી કંટાળી પોતાની બે નાની દીકરીઓને અનાજમાં નાખવાની ઝેરી ગોળીઓ પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવી લીધું હતું. સારવાર દરમિયાન માતાનું મોત નીપજ્યું છે, જ્યારે બંને દીકરીઓ હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ મામલે પિતાએ મૃતક પત્ની વિરુદ્ધ જ દીકરીઓની હત્યાની કોશિશનો ગુનો નોંધાવ્યો છે. શું છે સમગ્ર ઘટના? મૂળ ભાવનગરના મહુવા તાલુકાના તરેડ ગામના વતની જયસુખભાઈ કાનજીભાઈ ખરક સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. ગત 16 એપ્રિલના રોજ બપોરે જયસુખભાઈ જ્યારે કામ પર હતા, ત્યારે તેમની પત્ની મિત્તલબેને ઘરે એકલતાનો લાભ લઈ છ વર્ષની દીકરી વિનિશા અને ચાર વર્ષની આરવીને મારી નાખવાના ઈરાદે પાણીના ગ્લાસમાં અનાજની ઝેરી ગોળીઓ ઓગાળી જબરજસ્તી પીવડાવી દીધી હતી. ત્યારબાદ મિત્તલબેને પોતે પણ ઝેર પી લીધું હતું. ઝઘડાને કારણે માઠું લાગી આવતા ઘાતક પગલું ભર્યું પ્રાથમિક વિગતો મુજબ, છેલ્લા ઘણા સમયથી દંપતી વચ્ચે કોઈને કોઈ કારણોસર અવારનવાર ઝઘડા થતા હતા. આ કલેહને કારણે મિત્તલબેનને સતત માઠું લાગી આવતું હતું, જેના પરિણામે તેમણે આ અંતિમ અને ઘાતક પગલું ભર્યું હોવાનું મનાય છે. ઝેર પીધા બાદ ત્રણેયને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ગતરોજ મિત્તલબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બંને માસૂમ બાળકીઓ હાલમાં પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે જયસુખભાઈએ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતક મિત્તલબેન સામે પોતાની જ દીકરીઓની હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    હોર્મુઝમાંથી પસાર થતા બે જહાજો પર ફાયરિંગ:ઈરાને બપોરે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી હતી; અમેરિકી સેનાની પણ નાકાબંધી
    Next Article
    અગાઉ ઝઘડો થયો ત્યારે માતા-પુત્રી મુંબઈ જતા રહ્યા'તા:નામચીન બુટલેગર હાર્દિક ઉર્ફે કવિએ પોતાની પત્ની અને દીકરીને મારી નાખવાની ધમકી આપતા દીકરીએ નોંધાવી ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment