Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોર્મુઝમાંથી પસાર થતા બે જહાજો પર ફાયરિંગ:ઈરાને બપોરે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત કરી હતી; અમેરિકી સેનાની પણ નાકાબંધી

    21 hours ago

    હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા બે જહાજો પર ઈરાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે ઈરાને આ દરિયાઈ માર્ગ પર ફરીથી કડક નિયંત્રણ લાગુ કરવાની જાહેરાત કરી હતી. UK મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટરના જણાવ્યા અનુસાર, ટેન્કરના કેપ્ટને માહિતી આપી હતી કે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સની બે ગનબોટ્સ તેમની પાસે આવી હતી અને રેડિયો ચેતવણી આપ્યા વિના સીધું ટેન્કર પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી, જહાજો પરત ફર્યા હતા. ઈરાને જાહેરાત કરી હતી કે તે સ્ટ્રેટ પર તેની સૈન્ય દેખરેખ ફરીથી કડક કરી રહ્યું છે. ઈરાને કહ્યું કે અમેરિકાએ સીઝફાયર ડીલનું ઉલ્લંઘન કર્યું છે, તેથી હોર્મુઝમાંથી જહાજોની અવરજવર સંપૂર્ણપણે સેનાના નિયંત્રણમાં રહેશે. બીજી તરફ, અમેરિકાએ હોર્મુઝમાંથી નાકાબંધી હટાવવાનો ઇનકાર કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે જ્યાં સુધી ઈરાન અમેરિકા સાથે સમજૂતી નહીં કરે ત્યાં સુધી આ ચાલુ રહેશે. સાથે જ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ઈરાનના બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારો પર દરિયાઈ બ્લોકેડ (નાકાબંધી) લાગુ રહેશે. બ્લોકેડ લાગુ કરવા માટે અમેરિકી યુદ્ધ જહાજ USS કેનબરા અરબ સાગરમાં પેટ્રોલિંગ કરી રહ્યું છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે અમેરિકા કોઈપણ સંજોગોમાં ઈરાન પાસે રહેલું એનરિચ્ડ યુરેનિયમ લઈને જ રહેશે. તેમણે ચેતવણી આપી હતી કે જો વાતચીત દ્વારા સમજૂતી નહીં થાય, તો આ કામ વધુ કડક રીતે પણ કરવામાં આવી શકે છે. ‘ઇન્ડિયન શિપ-ઇન્ડિયન ક્રૂ’ ધરાવતું એક જહાજ કથિત હુમલા બાદ યુ-ટર્ન લઈને પરત ફરી ગયું છે. આ ઘટનાએ આ વિસ્તારમાં સુરક્ષાને લઈને ચિંતા વધારી દીધી છે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    રાહુલ ફિફટી ફટકારી આઉટ:કોહલીએ ડાઈવ લગાવીને શાનદાર કેચ પકડ્યો; દિલ્હી-બેંગલુરુ વચ્ચેની મેચ જામી
    Next Article
    બંને દીકરીઓને ઝેરી દવા પીવડાવી માતાએ પણ ઝેર પીધું:મહિલાનું મોત, બંને પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ, સામૂહિક આપઘાત કેસમાં મૃતક સામે ગુનો દાખલ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment