Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ચાય પર સંવાદ’માં જગદીશ વિશ્વકર્મા બન્યા શિક્ષક, કાર્યકર્તાઓનો 'ક્લાસ' લીધો:મતદારો સુધી સરકારી યોજનાઓના ફાયદા પહોંચાડવા અને લાભાર્થીઓની યાદી સાથે રાખવા ટ્રેનિંગ આપી

    11 hours ago

    સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપે પ્રચાર તેજ કર્યો છે. અડાજણ વિસ્તારમાં રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ‘ચાય પર સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રીએ કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી રણનીતિના પાઠ ભણાવ્યા હતા અને વિરોધ પક્ષોની મોસમી રાજનીતિ પર આકરા કટાક્ષ કર્યા હતા. મંત્રીએ શિક્ષક બની કાર્યકર્તાઓનો 'ક્લાસ' લીધો કાર્યક્રમ દરમિયાન જગદીશ વિશ્વકર્મા એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. અહીં તેઓ એક શિક્ષકની ભૂમિકામાં દેખાયા હતા. તેમણે ઉપસ્થિત મહિલા કાર્યકર્તાઓનો 'ક્લાસ' લેતા સરકારની વિવિધ યોજનાઓ વિશે પૃચ્છા કરી હતી. તેમણે ખાસ મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. માત્ર નારા લગાવવાને બદલે વિશ્વકર્મા યોજના, ઉજ્જવલા યોજના અને મહિલા કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચવા સૂચના આપી હતી. મતદારો પાસે જતી વખતે યોજનાઓના ફાયદા અને તેની યાદી સાથે રાખવા કેડર-બેઝ્ડ ટ્રેનિંગ આપી હતી. 'ચૂંટણી ટાણે જ માત્ર દેડકા અને ઝાડુવાળા જ દેખાય' સંવાદ દરમિયાન મંત્રીએ જ્યારે ચૂંટણી સમયે આવતા લોકો વિશે પૂછ્યું, ત્યારે મહિલા કાર્યકર્તાઓએ વિપક્ષ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, "ચૂંટણી આવે ત્યારે માત્ર દેડકા અને ઝાડુવાળા જ દેખાય છે." મંત્રીએ આ સુરમાં સૂર પુરાવતા વિપક્ષી દળોની સરખામણી ચોમાસાના દેડકા સાથે કરી હતી અને જણાવ્યું હતું કે, વિરોધ પક્ષો માત્ર ચૂંટણીની મોસમમાં જ મેદાને પડે છે અને મતો માટે ગલીએ-ગલીએ ફરે છે. ભાજપના કાર્યકરો કોરોના કે પૂર જેવી આપત્તિઓ સહિત વર્ષના 365 દિવસ જનતાની સેવામાં કાર્યરત રહે છે. 'મહિલા મોરચાની ભૂમિકાને અત્યંત મહત્વની' જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને અંતિમ રણનીતિ સમજાવતા કહ્યું હતું કે, જનતાને એ વાતનો અહેસાસ કરાવવો જરૂરી છે કે કાયમી સાથ માત્ર મોદી સરકારનો જ રહે છે. સુરત મહાનગરપાલિકામાં ભાજપના ગઢને વધુ મજબૂત કરવા માટે તેમણે મહિલા મોરચાની ભૂમિકાને અત્યંત મહત્વની ગણાવી હતી. આ ‘ચાય પર સંવાદ’ દ્વારા ભાજપે વિરોધ પક્ષોને જડબાતોડ જવાબ આપવા અને છેવાડાના માનવી સુધી પહોંચવા માટે કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જગાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર વોર્ડ-2 માં ભાજપ કાર્યાલયનો પ્રારંભ:આગામી ચૂંટણી માટે પ્રચાર શરૂ, ધારાસભ્ય સહિત આગેવાનો હાજર
    Next Article
    મોત સામે ખાખીની જીત:કેનાલના ધસમસતા પ્રવાહમાં તણાતી મહિલાને કરાઈના ઇન્સ્પેકટરે જાનની બાજી લગાવી ડૂબતી બચાવી, દિલધડક રેસ્ક્યુનો વીડિયો વાયરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment