Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોત સામે ખાખીની જીત:કેનાલના ધસમસતા પ્રવાહમાં તણાતી મહિલાને કરાઈના ઇન્સ્પેકટરે જાનની બાજી લગાવી ડૂબતી બચાવી, દિલધડક રેસ્ક્યુનો વીડિયો વાયરલ

    9 hours ago

    ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ પાસે આવેલી નર્મદા કેનાલ માં આજે સવારે એક અજાણી મહિલા કેનાલના પ્રવાહમાં તણાઈ રહી હતી.ત્યારે ફરજ પર જઈ રહેલા કરાઈ એકેડેમીના ડ્રીલ ઈન્સ્પેક્ટરે પોતાની સુરક્ષાની ચિંતા કર્યા વગર પાણીમાં ઝંપલાવી સાથી જવાનોની મદદથી મહિલાને મોતના મુખમાંથી જીવતી બહાર કાઢી હતી. ભારે જહેમત બાદ મહિલાને કિનારા સુધી ખેંચી લાવ્યા હતા પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર કરાઈ એકેડેમીમાં આસિસ્ટન્ટ ડ્રીલ ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત અનિલ પટેલ સવારે 6:30 વાગ્યાના અરસામાં કેમ્પ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની નજર કેનાલના પાણીમાં અસહાય અવસ્થામાં તણાતી એક મહિલા પર પડી હતી. જે પાણીના ધસમસતા પ્રવાહમાં જીવન મરણના જોલા ખાઈને બચવા માટેના પ્રયાસો કરી રહી હતી. આ પરિસ્થિતિની ગંભીરતા જોઈ અનિલ પટેલે તાત્કાલિક કેનાલમાં કૂદકો માર્યો હતો. પાણીનો પ્રવાહ તેજ હોવા છતાં તેમણે ભારે જહેમત બાદ મહિલાને કિનારા સુધી ખેંચી લાવ્યા હતા.આ રેસ્ક્યુ કામગીરીમાં તેમના કરાઇના અન્ય સાથી મિત્રોએ પણ મદદ કરી હતી. લોકોએ પોલીસના શૌર્યને સલામ કર્યું આ ઘટના અંગે કરાઈના સૂત્રોએ કહ્યુ કે, જો અમે બે મિનિટ પણ મોડા પડ્યા હોત તો મહિલા પાણીમાં ગરકાવ થઈ ગઈ હોત. અનિલ પટેલે મહિલાને તણાતા જોઈ સીધો પાણીમાં છલાંગ લગાવી હતી. બાદમાં મહિલાને બહાર કાઢ્યા પછી તેના શરીરમાંથી પાણી કાઢવામાં આવ્યું હતું અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહિલાની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, મહિલા આઘાતને કારણે કઈ બોલી શકવાની સ્થિતિમાં ન હોવાથી અને તેમની પાસેથી કોઈ દસ્તાવેજ ન મળ્યા હોવાથી હજુ સુધી તેમની ઓળખ થઈ શકી નથી. ત્યારે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા લોકો પોલીસના શૌર્યને સલામ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ‘ચાય પર સંવાદ’માં જગદીશ વિશ્વકર્મા બન્યા શિક્ષક, કાર્યકર્તાઓનો 'ક્લાસ' લીધો:મતદારો સુધી સરકારી યોજનાઓના ફાયદા પહોંચાડવા અને લાભાર્થીઓની યાદી સાથે રાખવા ટ્રેનિંગ આપી
    Next Article
    Before Boiler Blast, Chattisgarh's Worst Industrial Disaster Took Place At Vedanta Plant

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment