Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા તંત્રની કામગીરી સામે કોંગ્રેસમાં રોષ:રાજકોટમાં કોંગ્રેસ નેતાઓનાં નિવાસસ્થાનેથી ઝંડા ઉતારવાનાં પ્રયાસથી હોબાળો, ભાજપનાં ઈશારે તંત્ર કામ કરતું હોવાનો લગાવ્યો આરોપ

    2 days ago

    આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણીને લઈને રાજકોટ શહેરના રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 2 વિસ્તારમાં આવેલ કલેક્ટર કચેરી પાછળના શ્રોફ રોડ પર સ્થિત કોંગ્રેસના નેતાનાં નિવાસસ્થાનેથી પક્ષના ઝંડા ઉતારવાની ઘટના સામે આવતા કોંગ્રેસના આ વોર્ડનાં ઉમેદવાર નયનાબા જાડેજા સહિતનાં સ્થાનિક આગેવાનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઈ તંત્ર અને કોંગી નેતાઓ વચ્ચે બોલાચાલીનાં દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાને પગલે કોર્પોરેશ તંત્ર ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આરોપ કોંગ્રેસના સ્થાનિક મહિલા અગ્રણી મનીષાબા વાળાએ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા મનીષાબા વાળાએ આ મામલે કોર્પોરેશનના અધિકારીઓની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, કોર્પોરેશનના અધિકારીઓ સ્વતંત્ર રીતે કામ કરવાને બદલે ભાજપના દબાણ હેઠળ અને તેમના ઈશારે કોંગ્રેસના ઝંડા ઉતારવા માટે આવ્યા હતા. મનીષાબાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાની ખાનગી મિલકત કે ઘર પર પોતાની પસંદગીના પક્ષના ઝંડા લગાવે છે, ત્યારે પણ તંત્ર દ્વારા પરવાનગીની માંગણી કરવામાં આવે છે. આ પ્રકારનું વલણ લોકશાહીના મૂલ્યોની વિરુદ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું. મનીષાબાએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં ભાજપ દ્વારા 50 થી વધુ સ્થળોએ અને ખાનગી ઘરો પર કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર ઝંડા લગાડવામાં આવ્યા છે. છતાં તંત્ર દ્વારા ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્ર માત્ર વિરોધ પક્ષને જ નિશાન બનાવી રહ્યું છે, જે સ્પષ્ટપણે પક્ષપાતી વલણ દર્શાવે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ જાણે ભાજપના ખિસ્સામાંથી નીકળીને કામ કરતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસે આ ઘટનાને ભાજપની હારનો ડર ગણાવ્યો છે. મનીષાબાએ રાજકોટની જનતાને સંબોધતા કહ્યું કે, આવી "લુખ્ખી દાદાગીરી" અને સરકારી તંત્રના દુરુપયોગ સામે જનતાએ જાગૃત થવાની જરૂર છે. કોંગ્રેસના મતે, જ્યારે સત્તાધારી પક્ષ પોતાની સત્તાના જોરે વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે તેમની નબળાઈ અને ડર સાબિત કરે છે. ત્યારે કોંગ્રેસે આ મુદ્દે ચુંટણી પંચમાં પણ રજૂઆત કરવાની તૈયારીઓ દર્શાવી છે. ત્યારે આગામી સમયમાં આ વિવાદ વધુ વકરે તેવી પણ સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી વોર્ડ-12માં ચૂંટણી બહિષ્કારની ચીમકી:પાયાની સુવિધાના અભાવે ગૃહિણીઓનો હલ્લાબોલ, 'કામ નહીં તો વોટ નહીં'ના નારા
    Next Article
    શક્તિવર્ધક ગણાતા દૂધમાં પણ ભેળસેળ..!:રાજકોટ ગ્રામ્ય SOGએ ધોરાજીના ઝાંઝમેરની ડેરીમાંથી 400 લીટર શંકાસ્પદ દૂધ જપ્ત કરી સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment