Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શક્તિવર્ધક ગણાતા દૂધમાં પણ ભેળસેળ..!:રાજકોટ ગ્રામ્ય SOGએ ધોરાજીના ઝાંઝમેરની ડેરીમાંથી 400 લીટર શંકાસ્પદ દૂધ જપ્ત કરી સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલ્યું

    2 days ago

    ખાદ્યપદાર્થોમાં કરવમાં આવતી ભેળસેળની ઘટના અવારનવાર સામે આવતી હોય છે આ વખતે તો હવે શક્તિવર્ધક ગણાતા દૂધમાં પણ ભેળસેળ થતું હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. રાજકોટ ગ્રામ્ય SOG ટિમ દ્વારા ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે 'દ્વારકાધીશ દૂધની ડેરી'માં દરોડો પાડી શંકાસ્પદ ભેળસેળ યુક્ત દૂધ ઝડપી પાડવામાં આવ્યું છે જેમાં પોલીસે અંદાજે 400 લીટર જેટલું શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત કરી પરીક્ષણ અર્થે મોકલી ડેરી સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય SOGની ટીમને ધોરાજીના ઝાંઝમેર ગામે આવેલી 'દ્વારકાધીશ દૂધની ડેરીમાં ભેળસેળ યુક્ત દૂધ તૈયાર કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે દરોડો પાડી તપાસ કરતા ડેરીના સંચાલકો ગ્રામ્ય વિસ્તારમાંથી દૂધ એકઠું કરી અને ત્યારબાદ વધુ નફો કમાવવાના આશયથી દૂધની માત્રા અને ફેટ વધારવા માટે તેમાં વિવિધ પદાર્થોની ભેળસેળ કરી કૃત્રિમ કે બનાવટી દૂધ તૈયાર કરતા હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી આશરે 400 લીટર શંકાસ્પદ દૂધ મળી આવ્યું હતું જેથી ફૂડ સેફટી ઓફિસરને જાણ કરી હતી અને પોલીસની હાજરીમાં ફૂડ સેફટી ઓફિસર દ્વારા દૂધના સેમ્પલ મેળવી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે જેથી તેમાં કયા પ્રકારની ભેળસેળ કરવામાં આવતી હતી તે સ્પષ્ટ થઈ શકે. હાલ આ સમગ્ર મામલે ડેરીના બે સંચાલકોની સંડોવણી સામે આવી છે જેમાં ઝાંઝમેર ગામના રહેવાસી રાજુભાઈ ઉર્ફે રાહુલ દુદાભાઈ કસોટીયા અને સાગરભાઈ દુદાભાઈ કસોટીયા સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મનપા તંત્રની કામગીરી સામે કોંગ્રેસમાં રોષ:રાજકોટમાં કોંગ્રેસ નેતાઓનાં નિવાસસ્થાનેથી ઝંડા ઉતારવાનાં પ્રયાસથી હોબાળો, ભાજપનાં ઈશારે તંત્ર કામ કરતું હોવાનો લગાવ્યો આરોપ
    Next Article
    સુરેન્દ્રનગર 41.2°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર:એપ્રિલમાં કાળઝાળ ગરમી, લોકો ત્રસ્ત, રસ્તાઓ સુમસામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment