Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંતરામપુર પ્રોહીબિશન કેસનો ફરાર આરોપી પકડાયો:મહીસાગર પેરોલ ફર્લો શાખાએ દાહોદમાંથી ઝડપ્યો, એક વર્ષથી ફરાર હતો

    12 hours ago

    મહીસાગર જિલ્લાની પેરોલ ફર્લો શાખાએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી નૈનેષ વાલસિંગભાઈ ડામોરને દાહોદ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી 17 એપ્રિલ, 2026ના રોજ કરવામાં આવી હતી. પંચમહાલ-ગોધરા રેન્જ IGP વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસનના નિર્દેશ મુજબ, 1 એપ્રિલ, 2026 થી 30 એપ્રિલ, 2026 સુધી નાસતા-ફરતા આરોપીઓ અને વોન્ટેડ ગુનેગારોને પકડવા માટે વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ અંતર્ગત, પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ બી.પી. પટેલ અને તેમની ટીમને આરોપી નૈનેષ ડામોર (રહે. મઘાનીસર, તા. ઝાલોદ, જિ. દાહોદ) રાત્રિના લગ્ન પ્રસંગમાંથી વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ તેના ઘરે આવવાનો હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીના આધારે, પેરોલ ટીમે ઝાલોદ ખાતે આરોપીના ઘરે તપાસ કરતા તેને તેના મકાન બહાર ફળિયામાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી તેને આગળની કાર્યવાહી માટે સંતરામપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ પ્રોહી કલમ 65(એ)(ઇ), 98(2), 81 તથા બીએનએસએસ કલમ 111(બી) મુજબ ગુનો નોંધાયેલો છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં ‘પ્રોજેક્ટ સહકાર’ હેઠળ બાળકોનું ચેકઅપ:ખાનગી તબીબોના સહયોગથી લુણાવાડામાં આરોગ્ય તપાસ યોજાઈ
    Next Article
    દ્વારકા ટ્રાફિક પોલીસનો અકસ્માત નિવારણ પ્રયાસ:ટ્રેક્ટર ટ્રોલીમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવી સુરક્ષા વધારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment