Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં ‘પ્રોજેક્ટ સહકાર’ હેઠળ બાળકોનું ચેકઅપ:ખાનગી તબીબોના સહયોગથી લુણાવાડામાં આરોગ્ય તપાસ યોજાઈ

    14 hours ago

    મહીસાગર જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટર અર્પિત સાગર દ્વારા શરૂ કરાયેલા ‘પ્રોજેક્ટ સહકાર’ના નવા તબક્કા હેઠળ લુણાવાડાની આયુષ હોસ્પિટલ ખાતે બાળકોના આરોગ્યની તપાસનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન અંતર્ગત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આંગણવાડીઓ દત્તક લેવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ આંગણવાડીઓમાં આવતા અત્યંત ઓછા વજનવાળા (SAM) અને મધ્યમ ઓછા વજનવાળા (MAM) બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવાનો છે, જેના પર તંત્ર સીધી દેખરેખ રાખી રહ્યું છે. આજરોજ લુણાવાડાની આયુષ હોસ્પિટલ ખાતે યોજાયેલા તપાસ કેમ્પમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધ્ધાર્થ અને ઇન્ચાર્જ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સી. આર. પટેલીયા ઉપસ્થિત રહ્યા હતા. બાળરોગ નિષ્ણાંત ડો. શૈલેષ પંચાલ અને સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. નિશાંત પટેલ દ્વારા બાળકોની શારીરિક તપાસ કરી જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ખાનગી ક્ષેત્રના નિષ્ણાંત તબીબોએ પણ સેવાઓ આપવા હાથ લંબાવ્યો છે અને તેઓ સમયાંતરે સેવા આપશે. આર.બી.એસ.કે. (RBSK) ટીમની મદદથી ઓછા વજનવાળા બાળકોને હોસ્પિટલ સુધી લાવી તેમની બ્લડ ટેસ્ટ અને એક્સ-રે જેવી સઘન તપાસ કરવામાં આવશે. નિદાનના આધારે જે બાળકોને વધુ સારવાર કે વિશેષ ખોરાકની જરૂર છે, તેમની યાદી તૈયાર કરી આગળનું ફોલો-અપ લેવામાં આવશે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ખાનગી અને સરકારી તબીબો તેમજ વહીવટી તંત્રના સંકલનથી ચાલતો આ ‘પ્રોજેક્ટ સહકાર’ મહીસાગર જિલ્લાને સંપૂર્ણપણે કુપોષણ મુક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
    Click here to Read More
    Previous Article
    ‘Congress’s black spot won’t wash off’: Rijiju says party will now face ‘wrath of women’
    Next Article
    સંતરામપુર પ્રોહીબિશન કેસનો ફરાર આરોપી પકડાયો:મહીસાગર પેરોલ ફર્લો શાખાએ દાહોદમાંથી ઝડપ્યો, એક વર્ષથી ફરાર હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment