Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકા ટ્રાફિક પોલીસનો અકસ્માત નિવારણ પ્રયાસ:ટ્રેક્ટર ટ્રોલીમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવી સુરક્ષા વધારી

    10 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. આ પહેલ અંતર્ગત, રાત્રિના સમયે હાઈવે પર ચાલતી ટ્રેક્ટર ટ્રોલીઓમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા છે. બેકલાઇટ વગરના વાહનોને કારણે થતા અકસ્માતોને રોકવા આ પગલું લેવાયું છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ (ઇન્ચાર્જ, ખંભાળિયા વિભાગ)ના સુપરવિઝન હેઠળ આ કામગીરી થઈ. જિલ્લા ટ્રાફિક શાખા, દેવભૂમિ દ્વારકાના ઇન્ચાર્જ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે.બી. જાડેજાને ટ્રાફિક જાગૃતિ અંગે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તેમણે જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ સાથે મળીને હાઈવે રોડ પર અને ખંભાળિયા નજીક સૂકી ખેતી પાસે આવતા ખેડૂતોની ટ્રેક્ટર ટ્રોલીઓમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવ્યા. આનાથી રાત્રિના સમયે વાહનોની દૃશ્યતા વધશે અને અકસ્માતનું જોખમ ઘટશે.
    Click here to Read More
    Previous Article
    સંતરામપુર પ્રોહીબિશન કેસનો ફરાર આરોપી પકડાયો:મહીસાગર પેરોલ ફર્લો શાખાએ દાહોદમાંથી ઝડપ્યો, એક વર્ષથી ફરાર હતો
    Next Article
    Mahisagar Political News | મહીસાગરમાં ભલાડા બેઠક પર રાજકીય ઉલટફેર જોવા મળ્યો | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment