Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ પોલીસે અપહરણ કેસનો ફરાર આરોપી ઝડપ્યો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 'ઓપરેશન સુરક્ષા' હેઠળ કાર્યવાહી

    4 days ago

    પંચમહાલ પોલીસે અપહરણના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી પંકજ મુકેશભાઈ બારીઆને ઝડપી પાડ્યો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન સુરક્ષા' અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી ચૂંટણીઓને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. પંચમહાલ રેન્જ આઈ.જી. વિધિ ચૌધરી અને પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાતની સૂચનાથી ગંભીર ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના ગુનામાં પંકજ મુકેશભાઈ બારીઆ લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો. પંચમહાલની પેરોલ ફર્લો સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વાઘજીભાઈને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપી તેના વતન ગઢચુંડી ખાતે હોવાની ચોક્કસ બાતમી મળી હતી.આ બાતમીના આધારે, ટીમે તુરંત ઓપરેશન હાથ ધરી ગઢચુંડી ખાતેથી આરોપી પંકજ બારીઆને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ મામલે ભોગ બનનારને પણ શોધી કાઢ્યા છે. હાલ પંચમહાલ પોલીસે આરોપી અને ભોગ બનનાર બંનેને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.
    Click here to Read More
    Previous Article
    '111 ફ્લેટના રહીશોને ઈગ્નોર કરો છો, શરમ નથી આવતી':સૂત્રોચ્ચાર કરી સ્થાનિકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી, સોલા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટમાં પાર્કિંગને બારોબાર પ્લાન પાસ કરી હટાવી દેવાયું
    Next Article
    લાઈવ મેચ જોઈને સટ્ટો રમતા બે ઝડપાયા:મધ્યપ્રદેશથી અમદાવાદ મેચમાં સ્પેશિયલ સટ્ટો રમવા આવેલો યુવક મોદી સ્ટેડિયમમાંથી દબોચાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment