Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાઈવ મેચ જોઈને સટ્ટો રમતા બે ઝડપાયા:મધ્યપ્રદેશથી અમદાવાદ મેચમાં સ્પેશિયલ સટ્ટો રમવા આવેલો યુવક મોદી સ્ટેડિયમમાંથી દબોચાયો

    4 days ago

    ગઈકાલે 17 એપ્રિલે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ હતી. જે મેચ દરમિયાન બે શખ્સો સતત મોબાઈલમાં સટ્ટો રમતા હતા, ત્યારે ઝોન 2 ડીસીપીના Lcb સ્કોડ અને ચાંદખેડા પોલીસે બંનેની ધરપકડ કરી છે. બંને શખ્સ વિરુદ્ધ અલગ અલગ ગુનો નોધી તપાસ કરવામાં આવી રહી છે. બે સટ્ટોડીયાઓની ધરપકડ પોલીસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી બે સટ્ટોડીયાઓની ધરપકડ કરી છે. જેમાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલા પાશ્વ ટાવરમાં રહેતો સૌમિલ અરવિંદ ભાવનગરી અને મધ્યપ્રદેશમાં આવેલા દેવાસ જીલ્લામાં રહેતા ગૌરાંગ બબેલેને લાઈવ મેચ જોઈને ઓનલાઈન સટ્ટો રમતા ઝડપી લીધા છે. જય નામના વ્યકિત પાસેથી ક્રિકેટ સટ્ટાની આઈડી ખરીદી હતી ગૌરાંગ સ્પેશિયલ સટ્ટો રમવા માટે મધ્યપ્રદેશથી અમદાવાદ આવ્યો હતો. સૌમિલની પુછપરછમાં સામે આવ્યુ છે કે, તેને જય નામના વ્યકિત પાસેથી ક્રિકેટ સટ્ટાની આઈડી ખરીદી હતી. સૌમિલની ધરપકડ ઝોન 2ની લોકલ ક્રાઈમ બ્રાંચે કરી છે. જ્યારે ગૌરાંગને ચાંદખેડા પોલીસે ઝડપી પાડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ પોલીસે અપહરણ કેસનો ફરાર આરોપી ઝડપ્યો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 'ઓપરેશન સુરક્ષા' હેઠળ કાર્યવાહી
    Next Article
    Kutch Health Department News | ભુજના લોડાઇ ગામમાં પાણીપુરી પર સદંતર પ્રતિબંધ મૂકાયો | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment