Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '111 ફ્લેટના રહીશોને ઈગ્નોર કરો છો, શરમ નથી આવતી':સૂત્રોચ્ચાર કરી સ્થાનિકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી, સોલા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટમાં પાર્કિંગને બારોબાર પ્લાન પાસ કરી હટાવી દેવાયું

    4 days ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ પ્રચાર-પ્રસારનો જંગ શરૂ થયો છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રજાજનોમાં ભારે આક્રોશની વચ્ચે સોલા રોડ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની અભિષેક હાઇટ્સ નામના ફ્લેટના રહીશોને ફાળવવામાં આવેલું પાર્કિંગ બીજા મકાનોના રીડેવલોપમેન્ટ માટે ફાળવી દેવામાં આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાતોરાત પ્લાનમાં ફેરફાર કરી અને રહીશોની કોઈપણ પ્રકારની મંજૂરી કે જાણ વિના પાર્કિંગને તોડી નાખવામાં આવ્યું હતું. સમગ્ર મામલે સ્થાનિક લોકો દ્વારા બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. જો આ બાબતે કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે. 'અભિષેક એપાર્ટમેન્ટના આગળના ભાગે પાર્કિંગ ફાળવ્યું હતું' રહીશોનોનું કહેવું છે કે નારણપુરા વોર્ડમાં સોલા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડની અભિષેક હાઈટ્સ નામની 111 ફ્લેટની રહેણાંક સ્કીમ છે. વર્ષ 2016-17માં બનાવવામાં આવેલા ફલેટના પાર્કિંગ માટે આગળ આવેલા અભિષેક એપાર્ટમેન્ટના 64 ફ્લેટની આગળના ભાગે પાર્કિંગ ફાળવવામાં આવ્યું હતું. ફ્લેટના પાર્કિંગનો પ્લાન પણ તેમાં દર્શાવવામાં આવ્યો હતો અને રહીશોને દસ્તાવેજ કરી આપવામાં આવ્યા હતા. તેમાં પાર્કિંગનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. 99 વર્ષના ભાડાપટ્ટે AMC દ્વારા પાર્કિંગ ફાળવેલું છે. 'બિલ્ડરે તોડી પાડી પતરા મારી દીધા' અભિષેક એપાર્ટમેન્ટના રીડેવલોપમેન્ટની કામગીરી દરમિયાન આ પાર્કિંગની જગ્યાને 9 એપ્રિલે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અભિષેક એપાર્ટમેન્ટનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો તે બિલ્ડર દ્વારા તોડી પાડવામાં આવી. બિલ્ડર દ્વારા પતરા મારી અને બેરિકેટિંગ કર્યા બાદ પાર્કિંગની જગ્યા અભિષેક એપાર્ટમેન્ટના રી ડેવલપમેન્ટ માટે લઈ લેવામાં આવી હતી. જે અંગે અભિષેક હાઇટ્સના રહીશોને જાણ થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે પાર્કિંગનો પ્લાન બદલી નાખવામાં આવ્યો છે અને આગળના ભાગે અન્ય જગ્યાએ પાર્કિંગ ફાળવી દેવામાં આવ્યું છે. વાંધા અરજી કરી છતાં પ્લાનમાં ફેરફાર અભિષેક એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટ માટેના પ્લાનની કામગીરી ચાલી રહી હતી. ત્યારે અભિષેક હાઈટ્સ ફ્લેટના રહીશો સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા વાતચીત કરવામાં આવી હતી. જોકે અભિષેક હાઈટ્સના રહીશોએ તેમનું પાર્કિંગ યથાવત રાખવા માટે જ કહ્યું હતું. જે અંગેની વાંધા અરજી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અભિષેક હાઈટ્સ ફ્લેટના રહીશોએ આપી દીધી હતી. તેમ છતાં પણ પ્લાનમાં ફેરફાર કરી દેવામાં આવ્યો હોવાને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સરકાર પાસે ન્યાયની માંગણી કરવામાં આવી છે. 'અમારી જાણ બહાર પાર્કિંગનો નવો પ્લાન મંજૂર' અભિષેક હાઈટ્સના રહેવાસી જયેશ વરુએ જણાવ્યું હતું કે 2016-17 વર્ષમાં ફ્લેટનું પઝેશન આપવામાં આવ્યું હતું. ફ્લેટના આગળના ભાગે 992 મીટર જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લાનમાં પાર્કિંગ માટે ફાળવવામાં આવેલી હતી. વિરોધ અને વાંધા અરજી હોવા છતાં અમારી જાણ બહાર નવો પ્લાન મંજૂર કરી અને નવા રીડેવલોપમેન્ટ માટે બિલ્ડરને જગ્યા ફાળવી દેવામાં આવી છે. જેની સામે અમારા કોમન પ્લોટમાં જગ્યા ફાળવી દેવામાં આવી છે. નવા પ્લાનમાં પંપરુમ અને ફાયર સેફટી સિસ્ટમ પણ બતાવવામાં આવી નથી. જો વાહનો પાર્ક થયેલા હોય તો ગાડી પણ ન નીકળી શકે એવી સ્થિતિ ઊભી થાય છે. ત્યારે અમે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરીએ છીએ જો આ બાબતે નિરાકરણ નહીં આવે તો અમે ચૂંટણીમાં બહિષ્કાર પણ કરીશું. ‘અમને ઈગ્નોર કર્યાં, શરમ નથી આવતી’ સોસાયટીના સેક્રેટરી વિજય ઠક્કરે જણાવ્યું હતું કે અમારી કોઈપણ પ્રકારની પરમિશન લીધા વિના દાદાગીરી કરી અને પતરા મારી પાર્કિંગની જગ્યા લઈ લેવામાં આવી છે. સ્થાનિક રહીશોને પૂછવામાં આવ્યું નથી. અમને ઇગ્નોર કર્યા છે આ લોકોને શરમ નથી આવતી. ગુજરાત હાઉસિંગ બોર્ડ જેવી મોટી ઓથોરિટી હોવા છતાં પણ તેઓ સાંભળતા નથી. કોઈપણ પરવાનગી લીધા વિના પ્લાન પાસ કરી નાખ્યો છે. શું બધે પૈસાનો જ ખેલ થતો હોય છે. પાર્કિંગને બિલ્ડર પચાવી પાડવા માંગે છે: શિવાંગીની શાહ સ્થાનિક શિવાંગીની શાહે જણાવ્યું હતું કે, અમારા ફ્લેટમાં કોમન પ્લોટ, પાર્કિંગ અને નાનો બગીચો આવેલો છે. જ્યાં નાના બાળકો રમતા હોય છે અને સિનિયર સિટીઝનને બેસવાની વ્યવસ્થા છે. કોમન પ્લોટ અને પાર્કિંગની જગ્યામાં નાના મોટા પ્રસંગો અમે કરતા હોઈએ છીએ. ત્યારે આગળની જગ્યામાં ફાળવેલા પાર્કિંગને બિલ્ડર પચાવી પાડવા માંગી રહ્યા છે ત્યારે જો આ જગ્યા લઈ લેશે તો અમારે વાહન પાર્કિંગ ક્યાં કરવા જઈશું. અમને ખૂબ જ તકલીફ પડશે, અમારે ન્યાય જોઈએ છીએ.
    Click here to Read More
    Previous Article
    ખીરું ખાવાથી બે બાળકીના મોત મામલે FSLનો રિપોર્ટ આવ્યો:કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી, હવે વધુ કોકળું ગુચવાયું; પોલીસ મોતનું કારણ જાણવા તપાસ કરશે
    Next Article
    પંચમહાલ પોલીસે અપહરણ કેસનો ફરાર આરોપી ઝડપ્યો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 'ઓપરેશન સુરક્ષા' હેઠળ કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment