Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં જર્જરિત ઇમારતમાં મતદાન મથકો ફાળવાયા:તંત્રએ બિલ્ડિંગોને ભયજનક ગણાવી હતી;ચૂંટણી અધિકારીએ નિરીક્ષણ વગર નિર્ણય લીધો

    10 hours ago

    ગોધરા નગરપાલિકા ચૂંટણીને લઈને એક ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના વોર્ડ નંબર-9 માટે બે મતદાન મથકો એક એવા સરકારી બિલ્ડિંગમાં ફાળવવામાં આવ્યા છે, જેને પ્રશાસન દ્વારા જ ભયજનક જાહેર કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી મતદારોની સુરક્ષા અને સલામતી પર સવાલો ઉભા થયા છે. જર્જરિત ઇમારત અને તંત્રની ચેતવણી આ મામલો ગોધરા તાલુકા પંચાયતની જૂની બિલ્ડિંગનો છે, જે લાંબા સમયથી અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં છે. પ્રશાસને પોતે જ આ બિલ્ડિંગને ભયજનક ગણાવી તેનો ઉપયોગ ન કરવા અને બિલ્ડિંગમાં પ્રવેશ કરનાર વ્યક્તિ પોતાની જવાબદારી પર રહેશે તેવા નોટિસ બોર્ડ મૂક્યા છે. નિરીક્ષણ વગર એસી ચેમ્બરમાંથી લેવાયો નિર્ણય? આવી જોખમી ઇમારતમાં મતદાન મથકો ફાળવવામાં આવતા ચૂંટણી અધિકારીની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. ચર્ચાઈ રહ્યું છે કે, ચૂંટણી અધિકારીએ મતદાન મથકોનું નિરીક્ષણ કર્યા વિના જ પોતાની ચેમ્બરમાં બેસીને આ નિર્ણયો લીધા છે, જેના કારણે મતદારોની સલામતી જોખમમાં મુકાઈ છે. વિપક્ષનો આકરો વિરોધ આ ગંભીર બેદરકારી સામે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અજીતસિંહ ભટ્ટી અને સ્થાનિક આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે. ભટ્ટીએ જણાવ્યું હતું કે, "તંત્ર એક તરફ બિલ્ડિંગને ભયજનક જાહેર કરે છે તો બીજી તરફ હજારો મતદારોને ત્યાં વોટ આપવા બોલાવે છે. આ લોકોના જીવ સાથે ચેડાં છે. સમય રહેતા તાત્કાલિક ધોરણે આ મતદાન મથકો સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે." લોકશાહીના પર્વમાં સલામતી ક્યાં? આ ઘટનાથી એ પ્રશ્ન ઉભો થાય છે કે, ભયજનક જાહેર કરાયેલા બિલ્ડિંગમાં મતદાન મથકો ફાળવતા પહેલા નિરીક્ષણ કેમ કરવામાં ન આવ્યું? શું મતદારોની સુરક્ષા અને સલામતી તંત્ર માટે કોઈ મહત્વ ધરાવતી નથી?
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ભાજપનું 13 બેઠક પર વધારે ફોકસ:કોંગ્રેસની પેનલ તોડી ભાજપની જીત અને ગુમાવેલી એક બેઠક પાછી મેળવવા CM સહિતના નેતાઓ મેદાને ઉતર્યા
    Next Article
    ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત:ગેસની બોટલ ઉપર ચઢી લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી જીવ ટૂંકાવ્યો, મિત્રો દરવાજો તોડી રૂમ અંદર ગયા ને સ્તબ્ધ થઈ ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment