Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત:ગેસની બોટલ ઉપર ચઢી લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી જીવ ટૂંકાવ્યો, મિત્રો દરવાજો તોડી રૂમ અંદર ગયા ને સ્તબ્ધ થઈ ગયા

    9 hours ago

    સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક 26 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. અશ્વિનીકુમાર રોડ પર રહેતા નિખિલ વસાવે નામના યુવકે પોતાના ઘરે લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. મોડી રાત્રે જ્યારે મિત્રો ઘરે પહોંચ્યા ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ગેસની બોટલનો ટેકો લઈ ફાંસો ખાધો મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રનો અને હાલ સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર કિરણ ડાયમંડની પાછળ રહેતો 26 વર્ષીય નિખિલ વસાવે એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગત રાત્રિના સમયે નિખિલે ઘરમાં રહેલી ગેસની બોટલ ઉપર ચડી, ઉપર રહેલા લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. મિત્રોએ દરવાજો તોડ્યો ને મિત્રની લાશ જોઈ નિખિલના મિત્રો જ્યારે રાત્રે ઘરે પહોંચ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. લાંબા સમય સુધી ખટખટાવવા અને બૂમો પાડવા છતાં નિખિલે દરવાજો ન ખોલતા મિત્રોને શંકા ગઈ હતી. અંતે મિત્રોએ દરવાજો તોડીને અંદર પ્રવેશતા જ તેમના હોશ ઊડી ગયા હતા. નિખિલ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. હેબતાઈ ગયેલા મિત્રોએ તાત્કાલિક આ અંગે પોલીસ અને 108ને જાણ કરી હતી. યુવકના આપઘાતનું કારણ અકબંધ ઘટનાની જાણ થતા જ અશ્વિનીકુમાર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી દુપટ્ટો કાપી નિખિલને નીચે ઉતાર્યો હતો અને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. નિખિલે આ પગલું કેમ ભર્યું તે હજુ જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ સુસાઈડ નોટ પણ મળી આવી નથી. અશ્વિનીકુમાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં જર્જરિત ઇમારતમાં મતદાન મથકો ફાળવાયા:તંત્રએ બિલ્ડિંગોને ભયજનક ગણાવી હતી;ચૂંટણી અધિકારીએ નિરીક્ષણ વગર નિર્ણય લીધો
    Next Article
    Pics: Indian Air Force Chief Flies F-15 Fighter Jet During US Visit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment