Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ભાજપ સત્તામાં આવશે તો જાહેર સ્થળે સાધારણ સભા યોજાશે’:મહેસાણામાં પ્રદેશ મહામંત્રીએ કહ્યું- પેનલના ઉમેદવારની હારનું કારણ ઉમેદવાર કે કાર્યકર બનશે તો ભવિષ્યમાં હોદ્દો નહીં મળે

    2 days ago

    મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે પૂરેપૂરો જામ્યો છે. ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે.જેના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં મધ્યસ્થ કાર્યાલયોના ઉદ્ઘાટનનો દોર શરૂ થયો છે. ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 6ના મધ્યસ્થ કાર્યાલયોનું વિધિવત ઉદ્ઘાટન કરી તેને કાર્યકરો માટે ખુલ્લા મૂક્યા હતા. પેનલના ઉમેદવારની હારનું કારણ ઉમેદવાર કે કાર્યકર બનશે તો ભવિષ્યમાં હોદ્દો નહીં મળે આ ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા ભાજપ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે પક્ષના ઉમેદવારો અને કાર્યકરોને શિસ્તબદ્ધ રીતે કામ કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. તેમણે પક્ષમાં આંતરિક જૂથવાદ સામે લાલ આંખ કરતા ચીમકી ઉચ્ચારી હતી કે જો પેનલના કોઈ પણ ઉમેદવારની હારનું કારણ પક્ષનો જ કોઈ ઉમેદવાર કે કાર્યકર બનશે, તો ભવિષ્યમાં તેને પક્ષમાં કોઈ પણ પ્રકારનો હોદ્દો આપવામાં આવશે નહીં. આ નિવેદનથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જાહેર સ્થળે સાધારણ સભા યોજાશે વધુમાં તેમણે વહીવટી પારદર્શિતા પર ભાર મૂકતા સૂચન કર્યું હતું કે, જો મહાનગરપાલિકામાં ભાજપ સત્તા પર આવશે તો મહેસાણાના નાગરિકોની હાજરીમાં જાહેર સ્થળે સાધારણ સભા યોજવામાં આવશે જેથી જનતાના પ્રશ્નોનું સીધું નિરાકરણ લાવી શકાય. આ પ્રસંગે તેમણે મહિલા અનામત બિલ મુદ્દે વિપક્ષ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે લોકસભામાં મહિલા અનામત બિલનો કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો તે અત્યંત દયનીય છે. ભાજપ હંમેશા મહિલાઓના સશક્તિકરણ માટે કટિબદ્ધ હોવાનો દાવો પણ તેમણે આ તકે કર્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    RTE અરજીની તારીખ 23 એપ્રિલ સુધી લંબાવાઈ:પાટણમાં 700 અરજી રદ, 1750ને મંજૂરી; 895 બેઠક પર પ્રવેશ
    Next Article
    હિંમતનગર બસ સ્ટેન્ડ સામે લારીમાંથી લાશ મળી:અજાણ્યા શખસનો મૃતદેહ મળતાં ચકચાર, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment