Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTE અરજીની તારીખ 23 એપ્રિલ સુધી લંબાવાઈ:પાટણમાં 700 અરજી રદ, 1750ને મંજૂરી; 895 બેઠક પર પ્રવેશ

    2 days ago

    પાટણ જિલ્લામાં ચાલુ શૈક્ષણિક સત્ર માટે RTE હેઠળ ધોરણ 1માં ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જિલ્લાની કુલ 103 શાળાઓમાં 895 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્રને અત્યાર સુધીમાં કુલ 2650 જેટલી અરજીઓ મળી છે. આ અરજીઓની ચકાસણી કરવામાં આવી રહી છે, જેમાં 700 અરજીઓ વિવિધ કારણોસર રદ કરવામાં આવી છે. જ્યારે અત્યાર સુધી 1750 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. અરજી કરવાની અંતિમ તારીખ 17 એપ્રિલ હતી, જે હવે લંબાવીને 23 એપ્રિલ કરવામાં આવી છે. કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે 23 એપ્રિલ પછી કુલ કેટલી અરજીઓ આવી છે તેનો ચોક્કસ આંકડો ઉપલબ્ધ થશે. ગત વર્ષે RTE હેઠળ 1077 બેઠકો ફાળવવામાં આવી હતી, જેમાંથી 963 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તે સમયે 45 અરજીઓ રદ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ધનવાન પિતાનો 'ગરીબ' પુત્ર! હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ દાખલ કરી:ઝવેરીના પુત્રએ મિલકત પરિવારની હોવાનું કહી આવક છુપાવી; કોર્ટનો ડેન્ટિસ્ટ પત્ની-દીકરીને ₹50 હજાર ભરણપોષણ ચૂકવવા આદેશ
    Next Article
    ‘ભાજપ સત્તામાં આવશે તો જાહેર સ્થળે સાધારણ સભા યોજાશે’:મહેસાણામાં પ્રદેશ મહામંત્રીએ કહ્યું- પેનલના ઉમેદવારની હારનું કારણ ઉમેદવાર કે કાર્યકર બનશે તો ભવિષ્યમાં હોદ્દો નહીં મળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment