Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનચાલકોને ભારે મુશ્કેલી:સિલધાના ઉમરપાડા ફળિયાનો માર્ગ બિસ્માર

    2 days ago

    કપરાડા તાલુકાના સિલધા ગામના ઉમરપાડા ફળિયાથી ખડકવાળને જોડતો અંદાજે દોઢ કિલોમીટર જેટલો રસ્તો છેલ્લા દસ વર્ષથી અત્યંત ખરાબ હાલતમાં છે. રસ્તાની હાલત એટલી બિસ્માર બની ગઈ છે કે ગ્રામજનોને દૈનિક અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક નગીન કરપટના જણાવ્યા મુજબ, આ રસ્તા અંગે વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે રસ્તા પરનો ડામર સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો છે અને મેટલ બહાર આવી જતા વાહન ચલાવવું જોખમી બની ગયું છે. આ રસ્તો ગામ માટે અત્યંત મહત્વનો હોવા છતાં તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને, કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે 108 એમ્બ્યુલન્સને ગામ સુધી પહોંચવામાં ભારે તકલીફ પડે છે. ખરાબ રસ્તાના કારણે દર્દીને સમયસર સારવાર મળવી મુશ્કેલ બની જાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. અનેક વખત ગ્રામજનોને એમ્બ્યુલન્સને ધક્કા મારીને કે સહારો આપી અંદર સુધી લાવવી પડે છે. સિલધા ગામના ઉમરપાડા ફળિયામાં આશરે 600 જેટલા લોકો વસવાટ કરે છે અને તેમના માટે આ એકમાત્ર માર્ગ છે. રસ્તાની હાલતને કારણે વાહનચાલકોને વારંવાર પંક્ચર, વાહન નુકસાન તેમજ સ્લીપ થવાની ઘટનાઓનો સામનો કરવો પડે છે. ગ્રામજનો દ્વારા તાત્કાલિક રસ્તાનું રીપેરિંગ અથવા નવીન નિર્માણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, જેથી રોજિંદા જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે. સિલધાના ખાપલ હેદી ફળિયાના લોકો પણ આજ રસ્તાનો ઉપયોગ કરતા હોય પ્રાથમિક શાળામાં ભણવા વિધાર્થીઓ આવી શકતા નથી અને તેઓ બીજા ગામમાં આશ્રમ શાળામાં ભણવા માટે જવા મજબૂર બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    સમસ્યા:મસાટની આંગણવાડીમાં 1 વર્ષથી વીજ કનેક્શન જ નથી
    Next Article
    ફળોના રાજાની પધરામણી:બામટી APMC માર્કેટમાં 5000 મણ કેરીની આવક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment