Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફળોના રાજાની પધરામણી:બામટી APMC માર્કેટમાં 5000 મણ કેરીની આવક

    10 hours ago

    ધરમપુરના બામટી સ્થિત એપીએમસી માર્કેટમાં સીઝનની શરૂઆત થઇ ચુકી છે. માર્કેટમાં કેસર, રાજાપુરી, હાફુસ તથા અથાણાં લાયક રાજાપુરી, તોતાપુરી કેરીની અંદાજે 5000 મણ જેટલી આવક શરુ થઇ છે. જોકે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની અસર એક્સપોર્ટ પર પડી હોવાની વાત એક્સપોર્ટ સપ્લાયરએ કરી હતી. માર્કેટમાં ઘણા સ્ટોલ ધારાકોએ સ્ટોલ શરુ કર્યા છે. આ વચ્ચે વોરની સ્થિતિથી એપ્રિલ માસમાં એક્સપોર્ટ કેરીની વધતી માગ ઓછી થઇ હોવાની વ્યથા એક્સપોર્ટ સપ્લાયરએ ઠાલવી હતી. જોકે કેરી એક્સપોર્ટ સપ્લાયર, મહારાષ્ટ્ર તથા ગુજરાતના વેપારીઓ ખરીદી અર્થે આવી રહ્યા છે. પરંતુ એપ્રિલમાં જોવા મળતા ઉંચા ભાવ આ વર્ષે એક્સપોર્ટ નહિવત હોવાથી તેમજ આવક ઓછી હોવા છતાં જોવા મળી રહ્યા નથી એવી માહિતી પણ વેપારીએ આપી હતી. છેલ્લા 24 વર્ષથી ઝારખંડના એક્સપોર્ટ સપ્લાયર મોહમ્મદ ડાલીમ શેખ કહે છે, અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વોરથી દરિયાય માર્ગે આશરે 18થી 24 ટન કેરી ભરેલું એક કન્ટેનર દરિયાય માર્ગે મોકલવામાં એક્સપોર્ટર ડરી રહ્યા છે. દુબઇ, દોહા કતાર, બેહરીન જેવા ગલ્ફ દેશોમાં કેરી તથા અન્ય ફ્રૂટ મોકલવું મુશ્કેલ બન્યો છે. વધુમાં તેઓ કહે છે દ્રાક્ષ, તરબૂચ, કેરી જેવા ફળોના કન્ટેનર પોર્ટ પર તૈયાર હોવા છતાં જહાજ જઈ ન શકતા માલ લોકલ માર્કેટમાં વેચવું પડ્યું હતું. હાલ 100માંથી 10 ટકા રાજાપુરી, કેસર અને હાફુસ કેરી જાય છે. સપ્લાયર કહે છે એપ્રિલ માસમાં એક્સપોર્ટ ક્વોલિટી કેરીનો ભાવ સારો હોય છે. પરંતુ આ વર્ષે વોરની અસરથી અગાઉ એક્સપોર્ટ રાજાપુરીનો પ્રતિમણ 1200થી 2000 રહેતો ભાવ આજે 800થી 900નો રહ્યો છે. 1800થી 2500, 3000નો કેસરનો ભાવ શરૂઆત હોવાથી હજુ 1800થી 2600 રહેતો આવી રહ્યો છે. હાફુસ 2100થી 2600ની સામે અત્યારે 1500થી 1900 મળી રહ્યા છે. જોકે ભાવમાં વધઘટ રોજ થતી રહે છે. જે પણ ઓછું એક્સપોર્ટ થઇ રહ્યો છે. જહાજ નહિ જવાના કારણે રાજાપુરી, કેસર, હાફુસના ઉંચા ભાવ મળી રહ્યા નથી. આ ઉપરાંત તેમણે કહ્યુ હતું કે ગત વર્ષે એપ્રિલમાં રોજ 6થી 10ટન રાજાપુરી, કેસર 3થી 5 ટન, હાફુસ 2થી 5 ટન એક્સપોર્ટ માટે ખરીદતા હતા. આ વર્ષે હજુ સુધી એક્સપોર્ટરએ ઓર્ડર નથી આપ્યો. છતાં થોડો માલ ખરીદી એક એક્સપોર્ટરને મોકલ્યો છે. વોર બંધ થાય તો સારુ બધાને ફાયદો થાય એમ છે. આ વર્ષે એક્સપોર્ટ કેરીનો 10 ટકા ઓર્ડર વોરના કારણે કેરી એક્સપોર્ટ થઇ રહી નથી. જેના કારણે એક્સપોર્ટ કેરીના ભાવ મળી રહ્યા નથી. હજુ શરૂઆત થઇ છે. ગત વર્ષે આ સમયમાં એક્સપોર્ટ ક્વોલિટીની રાજાપુરી, કેસર, હાફુસના સારા ભાવ મળતા હતા. જેની સરખામણીમાં આ વર્ષે એવા ભાવ મળી રહ્યા નથી. અમે સીધા મુંબઈ એક્સપોર્ટરને માલ વિદેશ મોકલવા મોકલીએ છીએ. જોકે આ વર્ષે 10 ટકા ઓર્ડર મળી રહ્યો છે. 90 ટકા ઓર્ડર મળ્યો નથી. > કપિલ યાદવ, એક્સપોર્ટ સપ્લાયર
    Click here to Read More
    Previous Article
    વાહનચાલકોને ભારે મુશ્કેલી:સિલધાના ઉમરપાડા ફળિયાનો માર્ગ બિસ્માર
    Next Article
    After Vaishali’s Candidates win, her guru RB Ramesh warns: ‘She can do even better’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment