Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરોધ:‘લોકશાહી બચાવો, ભાજપના નેતાઓ શરમ કરો’ના સૂત્ર સાથે કોંગ્રેસનાં ધરણાં

    2 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોની ખુલ્લેઆમ હત્યા થઈ રહી હોવાના આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના નેતાઓ શરમ કરો, હિટલરશાહી નહીં, ચલેગી અને લોકશાહી બચાવોના સૂત્રો સાથે ગાંધીનગર ગૃહ ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા આયોજીત લોકશાહી બચાવવા માટેના ધરણાં પ્રદર્શનમાં એઆઇસીસી સેક્રેટરી, મધ્ય ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝા અને વડોદરાના પ્રભારી બિમલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. ભાજપના નેતાઓ શરમ કરો, હિટલરશાહી નહીં, ચલેગી અને લોકશાહી બચાવો, વડોદરા બચાવોના નારા લગાવ્યા હતા. પ્રભારી વિમલ શાહે પોલીસ અને સરકારી તંત્રનો ઉપયોગ કરીને ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યાનો આક્ષેપ કર્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી સરકારી મશીનરીનો દુરુપયોગ કરી રહી છે, તે અત્યંત ગંભીર બાબત છે. તેઓ સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી, ષડયંત્રો અને કાવાદાવા રચીને કોંગ્રેસના ઉમેદવારોને ક્યાંક ધાકધમકી તો ક્યાંક લોભ-લાલચ આપી રહ્યા છે. આ રીતે લોકશાહીનું ખૂન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને બિનહરીફ ચૂંટણી જીતવાનો કારસો ઘડવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઉજવણી:અખા ત્રીજે ટુ-વ્હીલર પર સવાર 2 હજાર મહિલાઓ ભગવાન પરશુરામની શોભાયાત્રાનું સંચાલન કરશે
    Next Article
    છેતરપિંડી:દશરથના ટોયોટા શો-રૂમના કેશિયરે 26.06 લાખની ઉચાપત કરી, ઓડિટમાં ચોરી પકડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment