Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપિંડી:દશરથના ટોયોટા શો-રૂમના કેશિયરે 26.06 લાખની ઉચાપત કરી, ઓડિટમાં ચોરી પકડાઈ

    12 hours ago

    દશરથ પાસે આવેલા ટોયોટા શો-રૂમના કેશિયરે કાર વેચાણ અને સર્વિસ પેટે આવેલા નાણાં કંપનીના ખાતામાં જમા ન કરાવી રૂ.26.06 લાખની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. કંપનીના ઓડિટ દરમિયાન આ કૌભાંડ પકડાતા છાણી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના ન્યૂ રાણીપમાં રહેતા કલ્પેશ મિસ્ત્રી સરખેજની ઇન્ફિનિયમ મોટર્સ પ્રા.લિ.માં હેડ કેશિયર છે. આ કંપનીના દશરથ સ્થિત ટોયોટા શો-રૂમમાં કરણ સુખદેવ બારીયા (રહે, પુષ્પમ હાઇટ્સ, દંતેશ્વર) કેશિયર તરીકે નોકરી કરતો હતો. કરણની જવાબદારી ગ્રાહકો પાસેથી કેશ લેવી, ઓનલાઇન પેમેન્ટ પર દેખરેખ રાખવા અને તે રકમ બેંકમાં જમા કરાવવાની હતી. કરણ નવેમ્બર 2025માં નોકરી પર જોડાયો હતો. જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન થયેલા વ્યવહારોનું ઓડિટ કરવામાં આવતા ઉચાપતની શંકા ગઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે, કાર વેચાણ અને સર્વિસ પેટે કુલ રૂ. 39.04 લાખની આવક થઈ હતી, જેમાંથી કરણે માત્ર રૂ.12.97 લાખ જ કંપનીના ખાતામાં જમા કરાવ્યા હતા. બાકીના રૂ.26.06 લાખની તેણે ઉચાપત કરી હતી. શરૂઆતમાં કરણે આ બાબતનો ઇનકાર કર્યો હતો, પરંતુ હેડ કેશિયર અને અન્ય અધિકારીઓની તપાસમાં તેની ચોરી પકડાઈ ગઈ હતી. આ મામલે કંપનીના હેડ કેશિયર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા છાણી પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોતાની નોકરીના શોરૂમમાંથી ઉચાપત કરી ત્યાં જ કાર બુક કરાવવી હતી, ગેમિંગના રવાડે ચઢ્યો હતો કરણ બારીયાના હેડે ક્વોટરલી રિપોર્ટ કઢાવતા ઉચાપત સામે આવી હતી. પોલીસે તપાસ કરતા કરણ ઓનલાઇન ગેમના રવાડે ચડી ગયો હતો, તે નોકરી લાગ્યો ત્યારથી કંપનીના રૂપિયા ઓનલાઇન ગેમમાં નાખતો હતો અને રૂપિયા તેમાં જતા રહ્યા હતા. કરણે ઉચાપત કરીને આ જ શોરૂમમાં કાર બૂક કરાવવાની ફિરાકમાં હતો. જોકે તે પહેલાં તેની છેતરપિંડી પકડાઈ ગઈ હતી. 4 મહિનામાં 18 વખત રૂપિયા કાઢી લીધા 4 મહિનામાં કરણ બારીયાએ 18 વખત કંપનીના રૂપિયા કાઢી લીધા હતા. તપાસ કરતા ગ્રાહકે આપેલા રૂપિયા પૈકી ત્રણ વાર કરણે આખે-આખી રકમ રાખી લીધી હતી. અન્યમાં તે ગ્રાહકના રૂપિયામાંથી થોડા કંપનીમાં જમા કરાવતો અને તેમાંથી કેટલાક રૂપિયા પોતે રાખી લેતો હતો.
    Click here to Read More
    Previous Article
    વિરોધ:‘લોકશાહી બચાવો, ભાજપના નેતાઓ શરમ કરો’ના સૂત્ર સાથે કોંગ્રેસનાં ધરણાં
    Next Article
    વિરોધ:ખાનગી યુનિ.ઓમાં જીકાસથી જ પ્રવેશ પ્રક્રિયાની માગણી સાથે એબીવીપીનો ફતેગંજમાં ચક્કાજામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment